37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં પુરાવાને લઇને આદીવાસી સમાજમાં રોષ, મામલતદારને આવેદનપત્ર

ચૈતર વસાવાને ખોટી રીતે જેલમાં પુરાવાને લઇને આદીવાસી સમાજમાં રોષ, મામલતદારને આવેદનપત્ર

0
57

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં પુરવાને લઈને આદિવાસી સમાજના આગેવાનોએ આવેદન પત્ર આપ્યું હતું. તેમણે આવેદન પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, ડેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય ચૈતરભાઈ વાસવાની તાલુકા સંકલનની મિટિંગમાં મારા મારી બાબતે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જો મારા મારી કરવામાં આવી તો સામેના લોકોની આજ દિન સુધી કેમ હોસ્પિટલમાં દાખલ થયેલ નથી? અને એમની પાટા પીંડી થઇ હોય. ફ્રેકચર થયું હોય, અને તેમની ગંભીર પ્રકારની ઈજાઓ થઇ હોય એવું જાણવા મળ્યું નથી. તાલુકા સંકલનની મીટીંગ હતી તો કેમ કોઈ અધિકારીને સહકારી ગવાહ બનાવવામાં આવેલ નથી? અને સરકારની ઓફિસમાં સીસીટીવીની ફૂટેજ કેમ આજદિન સુધી પ્રજાને બતાવવામાં આવતા નથી તો આ એક આદિવાસી ધારાસભ્યને હેરાન કરવા માટે કાવતરું કરેલું હોય તેવું સ્પષ્ટ દેખાય છે તો આદિવાસી સમાજની લાગણી દુભાય છે તે માટે ધારાસભ્યને જેલમાંથી મુક્ત કરવા વિનંતી કરવામાં આવે છે તેમજ સામેના ફરિયાદી સામે ધારાસભ્યને ફરિયાદ કરવા માટે આવ્યા તો તેમની ધરપકડ કરવામાં આવી અને ધારાસભ્ય એ કરેલી ફરિયાદના આરોપીની આજ દિન સુધી કેમ ધરપકડ કરવામાં આવેલ નથી ? જેના પરથી સ્પષ્ટ થાય છે કે આદિવાસી સમાજના ધારાસભ્ય પ્રત્યે ઓરમાયું વર્તન કરી રહી છે અને એમના હક્ક અને અધિકારનું હનન કરી રહી છે એ સમજાતું નથી કે બે તાલુકાના ધારાસભ્ય પ્રજાએ ચૂંટીને મોકલેલ છે એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે જયારે પાંચ ગામમાંથી ચૂંટાયેલ તાલુકા પંચાયતના સભ્યની આજ દિન સુધી ધરપકડ કરવામાં આવેલ નથી તો ત્રણ લાખ મતદારોએ ચૂંટેલ ધારાસભ્ય મોટા કે પાંચ ગામના ચૂટેલ તાલુકા પંચાયતના સદસ્ય મોટા આ બાબતે સરકાર તાત્કાલિક વિચાર વિમર્શ કરી યોગ્ય પગલા લઈ ધારાસભ્ય ને જેલ મુક્ત કરવામાં આવે તેવી અમારા આદિવાસી સમાજની માંગણી છે. આવેદન પત્ર આપવા માટે આદિવાસી સમાજના અગ્રણીઓ, સાથે જ રાજેન્દ્ર પારઘી સહિતના આગેવાનો પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!