37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines પંચમહાલ : શહેરા તાલુકાના પુર્વપટ્ટીના ગામોમાં MGVCL વિભાગ દ્વારા સ્માર્ટ મીટરો નાખવાની...

પંચમહાલ : શહેરા તાલુકાના પુર્વપટ્ટીના ગામોમાં MGVCL વિભાગ દ્વારા સ્માર્ટ મીટરો નાખવાની શરૂઆત

0
57

શહેરા,
શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટમીટરો નાખવાની શરુઆત કરવામા આવી છે.ભોટવા ગામથી સ્માર્ટ મીટરો નાખવાની શરુઆત બાદ તબ્બકાવાર ગામાને આવરી લેવામા આવશે.શહેરા પેટાવિભાગીય કચેરી 2 અંતર્ગત આવતા પુર્વ પટ્ટીના ગામોમાં કામગીરી કરવામા આવી રહી છે.આ સ્માર્ટ મીટરો નાખવાની કામગીરીનુ તાલુકા વીજ કચેરી ખાતેથી રિયલ ટાઈમ મોનીટરીંગ પણ કરવામા આવી રહ્યુ છે.

શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વીજપુરવઠો પુરો પાડતી મધ્ય ગુજરાત વીજ કંપની લિમીટેડ દ્વારા સ્માર્ટ મીટરો નાખવાની શરુઆત કરવામા આવે છે. ગ્રામીણ વિસ્તારના વીજગ્રાહકોની સાથે સ્માર્ટ મીટરને લઈને થયેલી ખોટી ગેરસમજ દુર કર્યા બાદ તેમજ સમજાવટ બાદ હવે ગ્રામીણ વિસ્તારના ગ્રાહકો સ્માર્ટ મીટર લગાવા તૈયાર થયા છે. મધ્ય ગુજરાત વીજ કંપનીની શહેરા – 2 સબ ડીવીઝન અંતર્ગત 53 જેટલા ગામો આવે છે. એમજીવીસીએલ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પહેલા સરકારી કચેરીઓમા મીટરો લગાવામા આવ્યા હતા. ભોટવા ગામથી સ્માર્ટ મીટરો નાખવાની શરુઆત કરવામા આવી છે.લાભી, શેખપુર, ગઢ સહિતના ગામોમા કામગીરી કરવામા આવી રહી છે. જુના મીટરો બદલીને નવા સ્માર્ટ મીટરો નાખવાની કામગીરી ખાનગી કંપનીને આપવામા આવી છે. તેની ટીમ સેફટી પ્રોટકશન કીટ પહેરીને મીટરો બદલવાની કામગીરી કરે છે.ખાસ કરીને સ્માર્ટ મીટરોને લઈને જે ગ્રાહકોમા ગેરસમજ હતી તેના લઈને ઘણી વાર પ્રશ્નો ઉદભવતા હતા. ગ્રાહકો ટીમ સાથે તમે કેમ બદલવામા આવ્યા છો. અમારે નથી બદલાવુ નથી. પરિપત્ર લાવો સહિતના પ્રશ્નોનો સામનો કરવો પડતો હતો. શહેરા એમજીવીસીએલની વિભાગ-2ના અધિકારી સહિત તેમની ટીમ સ્થળ પર જઈને સ્માર્ટમીટરને લઈને જે અસમંજસ દુર કરવાની સરાહનીય કામગીરીના પરિણામે ગ્રામીણ વિસ્તારના ગ્રાહકો સ્માર્ટવીજ મીટર લગાવી રહ્યા છે. હાલમાં 543 જેટલા સ્માર્ટમીટરો લગાવી દેવામા આવ્યા છે. તબ્બકાવાર પુર્વ પટ્ટીમાં સમાવીશ ગામોને સ્માર્ટમીટર લગાવીને આવરી લેવામા આવશે. એમજીવીસીએલના સુત્રો જણાવે છે. કે સ્માર્ટ મીટર લગાવાથી ઘણા બધા ફાયદા છે. જેમા ગ્રાહકોને રિયલ ટાઈમ વપરાશની માહીતી, તેમજ ઉર્જા બચત, ચોક્કસ બિંલીંગ, પ્રીપેઈડ સુવિધા ,વીજચોરીમાં ઘટાડો, વધુ કાર્યક્ષમતા, વધુ સારુ નેટવર્ક અને મેનેજમેન્ટ, પ્રારંભિક ખામી શોધી શકાય છે.બિલિંગ અને કલેકશનના સુધારો કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!