39 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત પંચમહાલ : શહેરા તાલુકાની શેખપુર પ્રાથમિક શાળા પાસે સાઈડ પર પાંચ...

પંચમહાલ : શહેરા તાલુકાની શેખપુર પ્રાથમિક શાળા પાસે સાઈડ પર પાંચ ફુટ જેટલુ ગાબડું!!

0
69

શહેરા,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના હોસેવાલ ચોકડીથી જોધપુર સહિતના ગામો તરફ જતા રસ્તા પર ગાબડું પડ્યુ છે. શેખપુર પ્રાથમિક શાળા રોડની સાઈડમાં અંદાજીત ચાર ફુટ ઉંડો ખાડો વરસાદને કારણે પડી ગયો છે. હાલમા સ્થાનિકો દ્વારા ગાબડામાં કોઈ વાહનચાલક કે રાહદારી પડી ના જાય તે માટે કાંટાઓ મુકી દેવામા આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડાક મહિનાઓ પહેલા જ આ રોડનુ રિફિશરીંગ કામ કરવામા આવ્યુ હતુ. હાલમાં ગાબડું પડ્યુ છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં સારા રોડ રસ્તા બન્યા છે.તાલુકાના હોસેવાલ ચોકડીથી પાનમ ડેમ તરફ જતો 20થી વધુ ગામોને જોડે છે. તાલુકાના મુખ્ય મથક આવન-જાવનનો આ મુખ્ય રસ્તો છે.હોસેલાવ ચોકડી થી પાનમડેમ તરફ જવાના રસ્તે શેખપુર પ્રાથમિક શાળા પાસે રોડની સાઈડ પર ચાર ફુટ જેટલુ ગાબડુ રોડની સાઈડમાં પડી ગયુ છે. વરસાદને કારણે ધોવાણ થવાથી ઉંડો ખાડો રોડની એક બાજુ પડી ગયો છે.જ્યા ખાડો પડ્યો છે ત્યાથી પ્રાથમિક શાળા 10થી 15 મીટર જેટલી જ દુર છે. રોડ પર અવરજવર દરમિયાન ખાડામાં પડી જવાની ઘટના બને તો જવાબદાર કોણ તે સવાલો ઉભા થાય છે.હાલમાં ખાડા ઉપર કામચલાઉ કામગીરીના રુપે કાંટાઓ મુકી દેવામા આવ્યા છે. આ રોડ થોડાક મહિનાઓ પહેલા જ મરામત કરવામા આવ્યો હતો.ગાબડાને કારણે રાહદારીઓ અને વાહનચાલકોમાં અકસ્માતની ભીતી સેવાઈ રહી છે.પ્રાથમિક શાળાની પાસે ગ્રામ પંચાયત કચેરી આવેલી છે. લોકોની અવરજવર પણ રહેતી હોય છે. એસટી સહિત મોટા વાહનો પણ આ રસ્તેની પસાર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!