29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ મોબાઈલ ચોર ને શામળાજી આશ્રમ નજીકથી ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

મોબાઈલ ચોર ને શામળાજી આશ્રમ નજીકથી ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

0
115

અરવલ્લી જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ કામગીરી કરવામાં આવી રહી છે, આ સાથે જ વણઉકેલાયેલા ગુનાઓને ડિટેક્ટ કરવા માટે અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ સતત કામે લાગી છે ત્યારે શામળાજી પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનાને ડિટેક્ટ કરવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલિસે ગુનામાં ચોરી થયેલ મોબાઈલ કબજે કર્યો છે.

અરવલ્લી જિલ્લા પોલિસ વડા શૈફાલી બારવાલની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત આરોપીઓને ઝડપી પાડવા, કામ કરતી હોય છે, ત્યારે આવા જ એક અનડિટેક્ટેડ મોબાઈલ ચોરીના ગુનાને પોલિસે ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એચ.પી.ગરાસીયા ના માર્ગદર્શન અને નેતુત્વમાં પી.એસ.આઈ. સી.એમ. રાઠોડ એલ.સી.બી. ટીમ મિલકત વિરૂદ્ધના વણ શોધોયેલ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કાર્યવાહી કરી રહી હતી. ત્યારે શામળાજી બસ સ્ટેશન જતાં પોલિસને બાતમી મળી હતી કે, શામળાજી પોલિસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૧૮૮૦૧૦૨૫૦૧૫૭/૦૨૫ BNSની કલમ. ૩૦૩(૨) મુજબના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમ શામળાજી આશ્રમ ચાર રસ્તા રોડ ઉપર ઉભો છે. પોલિસે ચોક્કસ બાતમીના આધારે શામળાજી આશ્રમ ચોકડી ખાતે પહોંચી હતી. હકીકતવાળો ઇસમ મળી આવતાં ઇદરી ઇસમનુ નામઠામ પુછતાં પોતે પોતાનુ નામ રામુ બદાજી ડામોર ઉ.વ.૪૪ રહે.ખાંડી ઓવરી ઉપલાફલા તા.ખેરવાડા જી.ઉદેપુર(રાજસ્થાન)નાનો હોવાનુ જણાવ્યું હતું. પોલિસે ઈસમની ઝડતી કરતા એક નોકીયા કંપનીનો મોબાઈલ મળી આવ્યો હતો, જે અંગે પૂછપરછ કરતા, સંતોષકારક જવાબ નહીં આપતા, પોલિસે આધારા પુરાવા માંગ્યા હતા, જોકે કોઈ પુરાવા નહીં મળતા પોલિસે ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલિસે આરોપી પાસેથી કુલ 13,999 ની કિંમતનો મોબાઈલ કબજે કતરી વધુ તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!