અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાનની કામગીરી સતત સવાલો ના ચક્રવ્યુહ માં આવતી હોય છે. આ વચ્ચે શામળાજી-મોડાસા-ગોધરા-હાલોલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડવાને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ વચ્ચે મોડાસા – શામળાજી હાઈવે પર ખાનાપૂર્તિ ખાનાપૂર્તિ કામગીરી કરવાને લઇને કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, શામળાજી-મોડાસા-લુણાવાડા રોડ પર ખાડા પડવાથી બિસ્માર થયો છે, જેથી ટોલ ટેક્સ વસૂલાત બંધ કરવામાં આવી. આ સાથે જ રોડ ની તાત્કાલિક મરામત કરવામાં આવે.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણ પટેલે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, અરવલ્લી જિલ્લાના શામળાજી – મોડાસા- લુણાવાડા ટોલ રોડની હાલત અત્યંત બિસ્માર છે. રસ્તા પર અનેક ખાડા પડેલા છે. આ સાથે જ રસ્તા પર ખાડા પડવાથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. આ સમસ્યાને કારણે વાહન ચાલકોના જીવનું ગંભીર જોખમ હોય છે અને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
કોંગ્રેસ પાર્ટીએ માંગ કરી છે કે, ટોલ ટેક્સ વસૂલાતનો મુખ્ય હેતુ મુસાફરોને સારો, સુરક્ષિત અને સુવિધાજનક માર્ગ આપવાનો હોય છે. હાલમાં રસ્તાની હાલત ખૂબ જ દયનિય છે, ત્યારે ટોલ ટેક્સ વસૂલાતની કામગીરી બંધ થઈવી છે. તેમણે મુખ્ય ત્રણ માંગણીઓ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે, જેમાં (1) મોડાસા – શામળાજી ટોલ રોડની તાત્કાલિક મરામત શરૂ કરાવવી (2) મરામત પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરાવવી. કોંગ્રેસ પાર્ટીએ ચીમકી ઉચ્ચારી છે કે, તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો તેમણે વાહનચાલકો ના હિતમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.






