26.5 C
Gujarat
Sunday, August 2, 2026
Home Politics & Current Affairs રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરતા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો

રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરતા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો

0
245

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસા કૉંગેસ કાર્યાલય ખાતે દેશના પૂર્વ વડાપ્રધાન, ભારતરત્ન સ્વ. રાજીવ ગાંધી જી ની ૮૧ મી જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો. જિલ્લા પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું કે સ્વ રાજીવ જી એ યુવાનો, વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન, પંચાયતી રાજને સુદ્રઢ કરવા અંગેની તેમની ર્દષ્ટિ બેનમૂન હતી. વિશેષતઃ કોમ્પ્યુટર અને ટેલીકોમ્યુનિકેશન સહિત ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેના તેમના નવીન ઉપાયોથી આપણા દેશના લાખો યુવાનોની જીંદગીની કાયાપલટ થઈ છે.

બાજકોટ પ્રાથમિક શાળા મા વૃક્ષારોપણ કરવામા આવ્યું અને બાળકોને બિસ્કીટ વિતરણ કરવામા આવ્યું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જશુભાઇ પટેલ, વધનસિંહ મકવાણા, રાહુલ પટેલ, ગુલામહુસેન ખાલક, રેવાભાઇ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!