34 C
Gujarat
Friday, August 28, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા ના ચોપડા નજીક સ્કૂલ બસ પલટી, 30 થી વધુ...

અરવલ્લી : મોડાસા ના ચોપડા નજીક સ્કૂલ બસ પલટી, 30 થી વધુ બાળકો હતા સવાર

0

અરવલ્લી જિલ્લામાં સ્કૂલ બસ પલટી મારી જવાની ઘટના સર્જાઈ છે, જેમાં 30 થી વધુ સ્કૂલના બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટના મોડાસા તાલુકાના લીંભોઈ નજીક બની છે. લીંભોઈ ગામની આદર્શ વિદ્યાલયની બસ ચોપડા ગામ નજીક પલટી મારી જતાં, બસમાં સવાર બાળકો ઈજાગ્રસ્ત થયા છે. સાંજના સમયે સ્કૂલ છૂટી ગયા પછી, નિત્યક્રમ મુજબ બાળકોને સવાર કરીને બસ રવાના થઈ હતી. આ સમય દરમિયાન ચોપડા ગામ નજીક થી પસાર થઈ રહી હતી, ત્યારે બસ અચાનક પલટી મારી ગઈ છે.

મોડાસા ના ચોપડા ગામ નજીક બનેલી અકસ્માતની ઘટનામાં 30 થી વધુ બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઘટનાની જાણ થતાં, આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને બાળકોને બહાર કાઢ્યા હતા. કેટલાક બાળકોને માથાના ભાગે પણ ઈજાઓ પહોંચી હોવાની વિગતો મળી છે, તેમની હાલ સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!