37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : ભિલોડા પંથકમાં પિતા-પુત્ર અને અન્ય એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ...

અરવલ્લી : ભિલોડા પંથકમાં પિતા-પુત્ર અને અન્ય એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ એકનું મોત,કારમાં ત્રણમાંથી એક લાપતા

0
142

અરવલ્લી જિલ્લામાં શુક્રવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સાથે જ ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી હતી.ભિલોડા તાલુકામાં ભારે વરસાદને કારણે બે અલગ-અલગ સ્થળે પૂરના પાણીમાં તણાવાની ઘટનાઓ બની છે. પહેલી ઘટનામાં ભિલોડા-શામળાજી રોડ પર ડાયવર્ઝનમાં પિતા-પુત્ર પાણીમાં તણાયા હતા. સ્થાનિક લોકોએ પુત્રને બચાવી લીધો હતો, પરંતુ પિતાનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. પુત્રને સારવાર માટે ભિલોડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બીજી ઘટના સાંજે 6:30 વાગ્યે ભિલોડા નજીક આવેલા લીલછા -મુનાઈ માર્ગ પર બની હતી. અહીં ઈન્દ્રાશી નદીના ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી. કારમાં ત્રણ મુસાફરો સવાર હતા. સ્થાનિક લોકોએ, બે મુસાફરોને બચાવી લીધા હતા, જ્યારે કાર ચાલક હજુ લાપતા છે… ઘટનાને પગલે મોડાસા ફાયર વિભાગની ટીમ અને ભિલોડા મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે લાપતા કાર ચાલકની શોધખોળ કરવાની કામગીરી કરવામાં આવી છે. ઘટનાને પગલે મોડાસા પ્રાંત અધિકારી પણ સતત નજર રાખી રહ્યા છે.. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, ડીપ અથવા તો ડાયવર્ઝન પર, પાણીનો પ્રવાહ વધારે હોય તો,, રસ્તા પરથી નિકળવાનો કરવાનો પ્રયાસ કરવો નહીં… આ સાથે જ નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોય, તો નજીક જવું નહીં.. “ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીઓ છલોછલ વહી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mera Gujarat (@meragujarat)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!