31.3 C
Gujarat
Friday, August 28, 2026
Home ક્રાઇમ એટ્રોસીટીના ગુન્હાના નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી અરવલ્લી પેરોલ ફર્લો સ્કવોર્ડ

એટ્રોસીટીના ગુન્હાના નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી અરવલ્લી પેરોલ ફર્લો સ્કવોર્ડ

0
Oplus_0

અરવલ્લી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અનુસંધાને અરવલ્લી પેરોલ સ્ક્વોર્ડ ટીમ દ્વારા એટ્રોસિટીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ટીમે આ સફળતા મેળવી છે.

અરવલ્લી જિલ્લા પેરોલ સ્ક્વોર્ડ ના ઇન્ચાર્જ પી. આઈ. એચ.પી.ગરાસિયા ની સૂચના થી પેરોલ ટીમ બાળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન હેડ કોન્સ્ટેબલ હર્ષાબેન રાહુલકુમાર ને ખાનગી રાહે બાતમી મળી કે, બાયડ પોલીસ સ્ટેશન માં વર્ષ 2025 માં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૪(૪), ૩૨૯(૩),૩૫૨ તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ-૧૯૮૯ની કલમ ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-અ)ના આરોપી ગાંડાભાઇ મોતીભાઇ રાવળ, રહે. વારેણા તા.બાયડ, જી.અરવલ્લી, જે વારેણા ગામે રોડ ઉપર ઉભો છે. ચોક્કસ બાતમી આધારે પોલિસ બાતમી વાળી જગ્યાએ પહોંચી આરોપી હાજર મળી આવ્યો હતો. આરોપીની પૂછ-પરછ કરતા ગાંડાભાઈ મોતીભાઈ રાવળ રહે-વારેણા તા.બાયડ જી.અરવલ્લી નો હોવાનું જણાવતા, તેને ઝડપી પાડ્યો હતો અને બાયડ પોલિસને સોંપીને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!