39 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત જોર લગાકે હઈસા…. અરવલ્લી પોલિસ હેડક્વાર્ટર ખાતે રસ્સા ખેંચ સહિત વિવિધ રમતો...

જોર લગાકે હઈસા…. અરવલ્લી પોલિસ હેડક્વાર્ટર ખાતે રસ્સા ખેંચ સહિત વિવિધ રમતો યોજાઈ

0
119

અંકિત ચૌહાણ/જય અમીન
નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે અરવલ્લી પોલીસ હેડક્વાર્ટર ખાતે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. મેજર ધ્યાનચંદની જન્મજ્યંતિ નિમિત્તે ત્રિદિવસિય રમતોત્સવ યોજવામાં આવી રહ્યી છે, જે અનુસંધાને બીજા દિવસે પોલિસ હેડક્વાર્ટર ખાતે વિવિધ રમતો યોજાઈ હતી. અરવલ્લી જિલ્લા અધિક કલેક્ટર ડી.વી. મકવાણા, ડિવાયએસપી આર.ડી. ડાભી તેમજ રમતગમત અધિકારી પ્રકાશ કલાસવાએ રમતોનો પ્રારંભ કરાવ્યો હતો.

બીજા દિવસ એટલે કે શનિવારે સંગીત ખુરશી, રસ્સા ખેંચ, લીંબુ ચમચી, બોલિબોલ જેવી રમતો યોજવામાં આવી હતી. બાળકો માટે લીંબુ ચમચીની રમતોથી શરૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ બાળકો સંગીત ખુરશીની રમતમાં જોડાયા હતા. આ સાથે જ મહિલા પોલિસ કર્મચારીઓ પણ સંગીત ખુરશી રમતમાં જોડાતા, તેમનામાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજી બાજુ, મોડાસા નગર પાલિકા અને પોલિસ ની ટીમ વચ્ચે વોલિબોલ ટુર્નામેન્ટ પણ યોજવામાં આવી હતી. અધિક કલેક્ટરે ટોસ ઉછાળા વોલિબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. પોલિસ અને મોડાસા નગર પાલિકા એમ બંન્ને ટીમનો કલેક્ટર, ડીવાયએસપી, પીઆઈ તેમજ રમત-ગમત અધિકારી એ ઉત્સાહ વધાર્યો હતો.

અરવલ્લી જિલ્લા અધિક કલેક્ટરને લોકોને અપીલ કરી હતીકે, સમયાંતરે યોજાતા રમતોત્સવમાં જિલ્લાવાસીઓએ જોડાવું જોઈએ. આ સાથે જ રવિવારને 31 ઓગસ્ટના રોજ યોજાનારી સાયકલિંગમાં જોડાવા માટે પણ અપીલ કરી હતી. મોડાસા પોલિસ હેડક્વાર્ટર ખાતે આયોજિત કરાયેલા રમતોત્સમાં રસ્સાખેંચની રમત ભારે રોમાંચિત બની હતી. પહેલા મહિલા પોલિસની ટીમ વચ્ચે રસ્સા ખેંચ યોજાઈ હતી, ત્યારબાદ પોલિસ ભાઈઓની ટીમ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. વિજેતા થયેલી ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રમતોત્સવમાં આર.પી.આઈ. પીઆઈ એન.ડી. પરમાર તેમજ પોલિસ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં રમતવીરો અને રમગ-ગમત વિભાગના કોચ અને ટ્રેનર જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!