34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home ગુજરાત પંચમહાલ: શહેરા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અને ક્ષત્રિયસમાજના અગ્રણીનેતા ખાતુભાઈ પગીનો...

પંચમહાલ: શહેરા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અને ક્ષત્રિયસમાજના અગ્રણીનેતા ખાતુભાઈ પગીનો પાર્થિવદેવ પંચમહાભૂતમાં વિલીન

0
70

શહેરા,

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાદરવા ગામના વતની અને શહેરા તાલુકા પંચાયતના માજી પ્રમુખ ખાતુભાઈ પગીનુ દુઃખદ અવસાન થતા તેમના સમર્થકો અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. શુક્રવારના રોજ સવારે તેમના નાંદરવા ખાતે આવેલા નિવાસ સ્થાને તેમનું અવસાન થયુ હતુ. ખાતુભાઈ પગી શહેરા તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણી અને રાજકારણમાં છેલ્લા ચાલીસ વર્ષથી સક્રિય રહ્યા હતા.ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ વર્ષોથી જોડાયેલા રહ્યા હતા. સરપંચથી શરુ થયેલી કારકિર્દી તેઓ વિવિધ પદો પર તેમને કાર્યભાર સંભાળ્યો હતો.તેમના અવસાનને લઈને સોશિયલ મિડિયા પર ચાહકો દ્વારા શ્રંધ્ધાજંલી પાઠવામા આવી હતી.
શહેરા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ અને ક્ષત્રિય સમાજના અગ્રણી એવા ખાતુભાઈ પગીનુ તેમના નાંદરવા ખાતે આવેલા નિવાસ સ્થાને અવસાન થયુ હતુ.તેમના અવસાનથી તેમના પરિવાર અને સમાજમાં શોક વ્યાપી ગયો હતો. ખાતુભાઈ પગી શહેરાના રાજકીય ક્ષેત્રમાં મોટુ નામ હતુ. તેમની રાજકીય કારકિર્દી સફળ રહી હતી. તેઓ નાંદરવા ગામના સરપંચ પદે વર્ષો સુધી રહ્યા હતા. વર્ષોથી તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયલા હતા. શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ જીલ્લા પંચાયતમા પણ ઉપપ્રમુખ તરીકે તેઓ રહ્યા હતા.તેઓ સરપંચ,તાલુકા સભ્ય,જિલ્લા સદસ્ય,તાલુકા પ્રમુખ,જિલ્લા ઉપ પ્રમુખ સતત બે ટર્મ રહ્યા હતા.સ્વર્ગીય ખાતુભાઈ પગી ખુબ સરળ અને સાદુ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના અવસાનના સંદેશથી કાલોલ,ગોધરા,શહેરા,લુણાવાડા સહિત ના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં અગ્રણીઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને પરિવારને સાંત્વના આપવા પહોંચી ગયા હતા. તેમની અંતિમયાત્રા નાંદરવા ખાતે આવેલા નિવાસ સ્થાનેથી નીકળી અને પાનમ ડેમના કિનારે આવેલ કલારીયા સ્મશાન ગૃહ ખાતેની સ્મશાન યાત્રા મા અનેક અગ્રણીઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!