28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લા પોલિસની પ્રોહિબિશન ની કામગીરી, 10 દિવસમાં 190 કેસ, 1.35 કરોડ...

અરવલ્લી જિલ્લા પોલિસની પ્રોહિબિશન ની કામગીરી, 10 દિવસમાં 190 કેસ, 1.35 કરોડ નો મુદ્દામાલ કબજે

0
136

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જીલ્લાનો SP તરીકે નો ચાર્જ સંભાળ્યા પછી, પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા ના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લા પોલીસ દ્વારા ઓછા સમયમાં ગેરકાયદેસર પ્રોહિબિશન ની પ્રવૃતી કરતા ઈસમો વિરૂદ્ધ ડાયદેસરની કાર્યવાહી કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ દેશી દારૂનો જથ્થો મળી કુલ કિ.રૂ.૪૨,૪૫,૨૦૦/- તથા વાહન સહીત અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૩૬,૬0,033/-નો મુદામાલ પકડી પાડવા મળેલ સફળતા મળી છે.

હાલમાં અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ અરવલ્લી જિલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ અરવલ્લી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમ ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને પકડી પાડવા માટેની ખાસ ઝુંબેશ ઉપાડી છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસની ટીમ દ્વારા સવા કરોડથી વધારે નો દારૂ તેમજ પ્રોહિબિશન મુદ્દામાલ પકડી પાડવામાં સફળતા મળી છે.

પોલીસ અધિક્ષક દ્વારા વિદેશી દારૂના જથ્થાની ઠેરાફેરી કરતા ઇસમો ઉપર સતત વોચ રાખવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. અરવલ્લી જીલ્લાની બોર્ડર ઉપર આવેલ મેઘરજના કાલીયાકુવાથી લઈને ભિલોડાના ઝાંઝરી બોર્ડર સુધીની તમામ નાની-મોટી ચેકપોસ્ટો ઉપર વોચ ગોઠવીને પોલિસે મોટી કાર્યવાહી કરી છે. અરવલ્લી જિલ્લા પોલિસ ટીમે વાહન ચેકીંગ દરમિયાન તા.૨૨/૦૮/૨૦૨૫ થી તા.૩૧/૦૮/૨૦૨૫ સુધીમાં શામળાજીના અણસોલ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન રાજયમાંથી આવતા નાના-મોટા વાહનો માં અવનવા કીમિયા અપનાવી ઇલેકટ્રોનીક સામાન, ફર્નીચર તેમજ અન્ય ચીજવસ્તુઓની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ગુજરાત રાજયમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે. આવા ઈસમો ઉપર અરવલ્લી જીલ્લાની અન્ય ચેકપોસ્ટો ઉપર સતત વોચ રાખી દેશી તથા વિદેશી દારૂના કુલ-૧૯૦ કેસો શોધી કાઢવામાં કરવામાં આવ્યા છે, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૪૧,૭૫,૮૫૦/- નો પ્રોહી મુદામાલ તેમજ વાહન સહીત અન્ય મુદામાલ કિ.રૂ.૯૪,૧૪,૮૩૩/- મળી કુલ કિ.રૂ.૧,૩૫,૯૦,૬૮૩/- નો મુદામાલ પકડી પાડવામાં સફળતા મળેલ છે. અરવલ્લી જીલ્લામાં દેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી પ્રોહી રેઈડો કરી અરવલ્લી પોલીસ જિલ્લા દ્વારા દેશી દારૂ કિ.રૂ.૬૯,૩૫૦/- નો પ્રોહી મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!