37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા નું ટ્રાફિક સિગ્નલ જબરૂ હઠીલું !! ન માને તો,...

અરવલ્લી : મોડાસા નું ટ્રાફિક સિગ્નલ જબરૂ હઠીલું !! ન માને તો, ચાલું જ ન થાય, અને જો ચાલું થાય તો ‘કોઈનુંય’ ન સાંભળે !!!

0
105

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા માં ટ્રાફિકની સમસ્યા નું કોઈ જ નિરાકરણ આવતું નથી, જેને લઇને મોડાસા નગર પાલિકાએ એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો અને માર્ચ મહિનામાં ટ્રાફિક સિગ્નલનું ઉદ્ધાટન કર્યું. તત્કાલિન ASP સંજયકુમાર કેશનાલા તેમજ મોડાસા નગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને, તેનું ઉદ્ધાટન કર્યું. તે દિવસની વાત અને આજની વાત, કોઈ જ ફરક પડ્યો નથી. થોડા દિવસ સિગ્નલ ચાલ્યું અને હવે સિગ્નલે જીદ પકડી કે, મારે તો ચાલું થવું જ નથી. બસ આ જ વાત, હવે કયા કારણોસર ટ્રાફિક સિગ્નલે જીદ પકડી, તે, કહેવું મુશ્કેલ છે, પણ તેના અંતર આત્માની વાત જાણવા મળી કે, કોઈ ટ્રેઈન ટ્રાફિક પોલિસ કર્મચારીઓ તૈનાત રહેતા નથી, એટલે સિગ્નલ કામ કરતું નથી.

આજની પરિસ્થિતિ એ આવી છે કે, હવે ટ્રાફિક સિગ્નલ બે દિવસથી હઠીલું બન્યું છે કે, ચાલું જ રહે છે, ન તો તે ઝબકે છે, ન બંધ થાય છે. હવે આમાં વાહન ચાલકોએ શું સમજવું તે સમજાતું નથી. વાતો એવી જાણવા મળી છે કે, મોડાસા નગર પાલિકાનું કામ હતું કે, સિગ્નલ લગાવી આપવાનું, અને ટ્રાફિક નિયમનનું કામ પોલિસનું. હવે સ્થિતિ એ વર્તાઈ છે કે, ટ્રાફિક સિગ્નલ ક્યારેક યાલું થાય, તો નિયમન થતું નથી અને બંધ થાય તો કોઈ ચાલું કરતું નથી. આજે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, બે દિવસથી ચાલું થયું છે, તો ત્રણેય લાઈટ ચાલુ થઈ ગઈ છે. હવે આમાં કોણે શું કરવું તે વિચારવાનો પ્રશ્ન છે.

કેમ આવું થાય છે ?
મોડાસા નગર પાલિકાએ ટ્રાફિક ની સમસ્યા માટે સિગ્નલ લગાવી આપ્યા
હવે ટ્રાફિક નિયમન કરવાની જવાબદારી પોલિસની
સમયસર સિગ્નલ ચાલું રહેતું નથી
કોઈ યોગ્ય ટ્રાફિક પોલિસ અધિકારી કે કર્મચારી તૈનાત હોતા નથી
કોન્સ્ટેબલ અને ટીઆરબી તૈનાત કરવાથી શું થાય?
તાલિમબદ્ધ ટ્રાફિક પોલિસ નો અભાવ
કોઈ જ દેખરેખ રાખવામાં આવતી નથી

મોડાસા માં ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા છે, રેંજ આઈ.જી. આવે, ત્યારે આ મુદ્દો ચોક્કસ થી ઉઠે જ છે. ત્યારબાદ આ મુદ્દાનો કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવે છે. હવે નવા પોલિસ વડા, આ બાબતે ક્યારે ગંભીરતા દાખવ છે, તે જોવું રહ્યું. હાવ, તો પોલિસ વડા સર્કિટ હાઉસથી નિકળવાના હોય, તે પહેલા લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે છે, પણ જ્યારે તેમના બંગલે જશે, ત્યારે આ પરંપરા જળવાશે કે નહીં, તે સમય બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!