32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લા સિંચાઈ ની નોકરી એટલે જલસા… બુલેટ સ્પીડ કરતા પણ Speedy...

અરવલ્લી જિલ્લા સિંચાઈ ની નોકરી એટલે જલસા… બુલેટ સ્પીડ કરતા પણ Speedy ઘરે પહોંચતા અધિકારીઓ, માઝમ ડેમ કોના ભરોસે ?

0
145

વરસાદી માહોલ માં સિંચાઈ વિભાગમાં જાણે આઉટસોર્સિંગ કર્મચારીઓ હોય,તેવો ઘાટ ઘડાયો
મોડાસા ના માઝમ ડેમ પર સક્ષમ અધિકારી નહીં !!!
શું લોકશન સેટ કરીને હાજરી બતાવાતી હશે કે શું ?
વાત કરતા કરતાં શામળાજીથી 30 કિ.મી. નું અંતર કાપી મોડાસા પહોંચી શકે, તેવા બૂલેટ ટ્રેન જેવા સિંચાઈના અધિકારી
શું સિંચાઈ વિભાગના અધિકારીઓ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને પણ નહીં ગાંઠતા હોય ?
હવે તો ચર્ચા એ પણ ચાલી કે, જલસાવાળી નોકરી એટલે સિંચાઈ વિભાગ !!!

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જવાબદાર અધિકારીઓની બેદરકારી જોવા મળી રહી છે. ભારે વરસાદની આગાહીને લઇને સક્ષમ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે ખાસ સૂચના આપવામાં આવતી હોય છે, પણ આ સૂચનાનો ઉલાળિયો પણ થતો હોય તેવું પણ જોવા મળે જ છે. અરવલ્લી જિલ્લામાં 8 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે, ત્યારે ઉપરવાસમાં વરસાદ થતાં, વિવિધ જળાશયોમાં પાણીની ભરપુર આવક પણ નોંધાઈ રહી છે. આ વચ્ચે ડેમ માત્ર ને માત્ર આઉટસોર્સિંગ અને રોજમદારો કર્મચારીઓના ભરોસે છોડી દેવાયો છે. એટલું જ નહીં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને પણ ન ગાંઠતા હોય, તેવો ઘાટ ઘડાયો છે, તેવું કહેવું પણ ખોટું નથી.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મઝમ જળાશયમાં પાણીની આવક નોંધાઈ રહી છે ત્યારે મેશ્વો જળાશય ની વિગતો માટે અધિકારી એમ.ઝેડ. મંસૂરી સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે, તેઓ હાલ ડેમ પર છે. મીડિયાએ કહ્યું કે, અમે ત્યાં 5 મિનીટમાં પહોંચીએ છીએ,ત્યારે તેમણે કહ્યું કે, હું નિકળી ગયો, મીડિયાએ કહ્યું કે, રસ્તામાં વિગતો આપો, એટલામાં તો સાહેબ ઘરે પહોંચી ગયા. આવી બૂલેટ સ્પીડ પર અરવલ્લી સિંચાઈ વિભાગની ટીમ કામ કરતી હોય, તેવું જોવા મળ્યું છે. એટલું જ નહીં ત્યારબાદ મેરા ગુજરાતની ટીમ મોડાસાના માઝમ જળાશય પર પહોંચી હતી, ત્યાં માત્રને માત્ર આઉટસોર્સિંગ અને રોજમદાર કર્મચારીઓ જ હાજર હતા. અહીં ન કોઈ સરકારી અધિકારી દેખાયા નથી. ડેમમાંથી પાણી છોડવામાં આવતું હોય અને કોઈ સક્ષમ અધિકારી હાજર ન હોય, તેવું કેમ ચાલે ?

આ અંગે મોડાસા અરવલ્લી જિલ્લા અધિક કલેક્ટર ડી.વી. મકવાણા સાથે મેરા ગુજરાતે ટેલિફોનિક વાતચીતમાં પૂછ્યું કે, શું ડેમ પર સક્ષમ અધિકારીએ હાજર રહેવું પડે ? જેના જવાબમાં અધિક કલેક્ટરે જણાવ્યુ કે, સક્ષમ અધિકારીની હાજરી ફરજિયાત છે. પણ અહીં આવું કંઈ જ જોવા મળ્યું નથી. એક વાત એ પણ સામે આવી છે કે, હવે અધિકારીઓ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ઘરે બેસીને લોકેશન સેટ કરી મોજ કરતા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે, બાકી, 35 કિ.મી. નું અંતર ટેલિફોન પર વાતચીતમાં કેવી રીતે કાપી શકાય ? આવા બેજવાબદાર અધિકારીઓ સામે કોણ ધ્યાન આપશે, તે પણ એક સવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!