31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : ભિલોડા ના વેજપુર પંથકમાં ખુંખાર દીપડાનો આતંક, ૧૧ બકરીનું મારણ


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં અનેકવિધ ગ્રામિણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વન્ય હિંસક પ્રાણીઓ ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આટાં-ફેરા મારતા પ્રજાજનોમાં અત્ર-તત્ર-સર્વત્ર ભારે ફફડાટ ફેલાયો છે.વેજપુર ગામમાં દિપડા એ ખોરાકની શોધમાં આતંક મચાવતા ખેડુતો અને પશુ-પાલકો સહિત રાહદારીઓ ભયભીત બન્યા છે.
ભિલોડા તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ અમૃતભાઈ બરંડા સહિત ખેડુતોએ જણાવ્યું કે, વેજપુર ગામમાં ખેડુત, પશુ-પાલક નિનામા દિલીપકુમાર નાનજીભાઈના ઘરે ખુંખાર દિપડાએ બકરીનો શિકાર કર્યો છે.વેજપુર ગામમાં આશરે ૧૧ બકરાનું મારણ ખુંખાર દિપડા એ કરતા ખેડુતો, પશુ-પાલકો સહિત શ્રમજીવીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.ભિલોડા વન વિભાગ ધ્વારા પાંજરૂ મુકીને ખુંખાર દિપડાને સત્વરે ઝડપી લેવા બુલંદ બળવત્તર માંગ ઉદભવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!