31.3 C
Gujarat
Friday, August 28, 2026
Home Politics & Current Affairs અરવલ્લી : પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પરાઘીએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર...

અરવલ્લી : પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પરાઘીએ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ

0

ડબલ એન્જીનની સરકાર ખેડૂત અને જનતા ને ડબલ સહાય ચૂકવે તેવી આશા રાખું છું…

અરવલ્લી-સાબરકાંઠા સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા મેઘ મહેરના બદલે મેઘ કહેર જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે સતત વરસતા વરસાદના પગલે ખેતીને મોટા પ્રમાણમાં નુકશાન થઈ રહ્યું છે ખેડૂતોની સ્થિતિ દયનીય બનતા અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પરાઘીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા સહિત વરસાદગ્રસ્ત રાજ્યને લીલો દુષ્કાળ જાહેર કરી સર્વે કરાવી નુકશાનનો ભોગ બનનાર ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવેની માંગ કરી છે.

અરવલ્લી જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પરાઘીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે જેમાં જણાવ્યું છે કે આ સીઝન માં અતિભારે વરસાદ ને કારણે ખેતી નિષ્ફળ ગઈ છે. ખેડૂતો મોંઘા ભાવે મગફળી મકાઈ સોયાબીન કપાસ જેવા અનેક બિયારણ લાવી ખેતી કરી હતી પણ ભારે વરસાદ ને ખેતી સદંતર નિષ્ફળ ગઈ છે તો તાત્કાલિક ધોરણે સહાય ચૂકવાય અને જે નદી નાળા રોડ રસ્તા તૂટી ગયા છે તે પણ આગામી સમય માં નવા બનાવાય, આદિવાસી વિસ્તારની અંદર કાચા મકાનો પણ ધરાશયી થયા છે, પશુ ઓ પણ ક્યાંક તણાઈ ગયા છે, ઢોર ઢાંકર તબેલા ને પણ નુકસાન થયું છે જે લોકો અતિભારે વરસાદને કારણે નદી નાળા માં તણાઈ ને મુત્યુ પમ્યા ગયા છે તેમના પરિવાર ને તાત્કાલિક સહાય ચૂકવા માં આવે અને અન્ન નાગરિક પુરવઠા દ્વારા તાત્કાલિક રેસન કાર્ડ દુકાન દારો ને વધુ અનાજ કરિયાણા તેલ જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુ ઓ નો પુરવઠો પૂરો પાડવામાં આવે અને ૨ થી ૩ મહિનાનું જીવન જરૂરિયાત વસ્તુ નિઃશુલ્ક આપવામાં આવેની માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!