29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી: ભારે વરસાદ વચ્ચે શામળાજી પાસે ભેખડો ધસી પડી, ઉદેપુર હાઈવે પર...

અરવલ્લી: ભારે વરસાદ વચ્ચે શામળાજી પાસે ભેખડો ધસી પડી, ઉદેપુર હાઈવે પર 1 કિ.મી. ટ્રાફિક જામ

0
105

અરવલ્લી જિલ્લામાં શામળાજી નજીક બે દિવસથી ભારે વરસાદી માહોલ વચ્ચે ફરી એકવાર ભેખડો ધસી પડવાની ઘટના બની છે. શામળાજી-ઉદેપુર નેશનલ હાઇવે પર મોટા પાયે ભૂસ્ખલન થતાં ભેખડો એક કિ.મી સુધી ફેલાઈ ગયો છે. જેના કારણે હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ટ્રાફિક જામ સર્જાયો છે. હવામાન વિભાગે 8 સપ્ટેમ્બર સુધી વધુ ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ભારે વરસાદ અને ગિરિમાળાથી પડતા મસમોટા પથ્થરો રસ્તા પર મોટું જોખમ ઊભું કરી રહ્યા છે. ખાસ કરીને ભાદરવી પૂર્ણિમાના મેળામાં હજારો દર્શનાર્થીઓ શામળાજી મંદિરની દર્શન માટે આવે છે, ત્યારે આવા ઘટનાઓથી તેમના જીવનને ગંભીર જોખમ ઊભુ થવાની સંભાવના છે.

પોલીસ અને સ્થાનિક તંત્ર લોકોની સલામતી માટે સાવચેત રહેવાની અપીલ કરે છે, હાઇવે પર ઊભા ન રહેવા અને અન્ય માર્ગે જવા માટે પણ ખાસ અપીલ કરાઈ રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાદરવી પૂનમને લઇને યાત્રાધામ શામળાજી ખાતે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે આ પ્રકારની વરસાદી માહોલ વચ્ચે ઘટના ઘટી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!