28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ, મોડાસાના ફુટા ગામમાં તળાવ ઓવરફ્લો થવા...

અરવલ્લી જિલ્લામાં બે દિવસથી સતત વરસાદ, મોડાસાના ફુટા ગામમાં તળાવ ઓવરફ્લો થવા ખેતરોમાં પાણી ઘૂસ્યા

0
89

35 વીઘા ખેતરમાં મગફળી અને સોયાબીનનું પાક પાણીમાં ગરકાવ, ખેડૂતોને વ્યાપક નુકસાન !!!

અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા બે દિવસથી ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં આજુબાજુના વિસ્તારોમાં સતત વરસાદ થતો રહ્યો છે. મોડાસાના ફુટા ગામમાં તળાવ ઓવરફ્લો થતા તળાવની પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે. ભારે પવન સાથે વરસાદ પડતા તળાવો ઝડપથી ઉભારાતા 35 વીઘા ખેતરમાં મગફળી અને સોયાબીનના પાક પ્રભાવિત થયો હોવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખેડૂતોના પૈસા અને મહેનતથી વાવેલો પાક પાણીમાં ગરકાવ થતા વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હાલત વધુ ખરાબ થાય તે અગાઉ તંત્ર દ્વારા ખેડૂતોને સતર્ક રહેવાની અને જરૂરી પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોચીને નુકસાનનો સર્વે કરવામાં આવે, તેવી માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!