28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : SP સંજય ખરાત અને શૈફાલી બારવાલ ફરજ દરમિયાન SP...

અરવલ્લી : SP સંજય ખરાત અને શૈફાલી બારવાલ ફરજ દરમિયાન SP ઓફિસથી દૂર રહેલા ખાનગી વહીવટદારો સક્રિય

0
166

ખાનગી વહીવટદારો અને બાતમીદારો લક્ઝુરિયસ કાર્સ લઇ બુટલેગરો માટે દારૂની લાઇન ચલાવવા અધીરા બન્યા
SP મનોહરસિંહ જાડેજા ખાખીને લાગતા દાગને અટકાવવામાં સફળ રહેશે કે નહીં ની ચર્ચા
ખાનગી વહીવટદારો,બુટલેગરો સાથે ભાઇબંધી રાખનાર પોલીસકર્મીઓને રોકશે કે પછી…!!!
જીલ્લામાં દારૂની લાઇનો ચલાવવામાં અને બુટલેગરોને રક્ષણ આપવામાં ખાખી અનેક વાર બદનામ થઈ ચૂકી છે
ખાનગી વહીવટદારો અને દારૂની હેરાફેરીમાં ફરજમુક્ત થયેલા પોલીસ કર્મીઓ રાજસ્થાની અને હરિયાણી બુટલેગરોના સંપર્કમાં
પોલીસ અધિકારીઓ સાથે ઘરાબો ધરાવતા લબરમુછીયા બાતમીદારોનો અધિકારી જેવો રૂઆબ,ખાખી મોજા અને લાલ બૂટ પહેરી પોલીસ અધિકારીઓની કારમાં દોડાદોડી!!!
પોલીસના બાતમીદારો જ દારૂની લાઇન ચલાવતા હોવાની ચર્ચા
ખાનગી વહીવટદારો અને સસ્પેન્ડેડ પોલીસકર્મીઓના બે જૂથ વચ્ચે દારૂની લાઈન ચલાવવા અને જૂનો હિસાબ સરભર કરવાના પૈતરા ચાલી રહ્યા હોવાની ચર્ચા
SP મનોહરસિંહ જાડેજાને વહાલા લાગવા પોલીસ અધિકારીઓ એ બુટલેગરો સામે ધબધબાટી બોલાવી…!!

અરવલ્લી જીલ્લા પોલીસવડા માટે પ્રોહિબિશનની સખ્ત અમલવારી કરાવવા એ લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ બની રહે છે. જીલ્લામાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓ જ દારૂના ધંધામાં રહેલી આંધળી કમાણીને પગલે બુટલેગરોને રક્ષણ આપવાની સાથે દારૂની લાઇન ચલાવવા માટે આંખ આડા કાન કરી ખીસ્સા ભરી રહ્યા હોવાનું જગજાહેર છે. તત્કાલીન SP સંજય ખરાત અને શૈફાલી બારવાલ ફરજ દરમિયાન દારૂની લાઇનો અટકાવવા મહદઅંશે સફળ રહ્યા હતા. ખાનગી બાતમીદારો અને બૂટલેગરોએ પોલીસ ભવનમાં બંને પોલીસવડાને રીઝવવા પગ ઘસી નાખી અનેક પ્રયાસો કર્યા હતા, જોકે તેમની કારી ફાવી ન હતી. ખાનગી વહીવટદારો માટે SP કચેરીના પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યા હતા, પણ હવે, નવા SP તરીકે મનોહરસિંહ જાડેજાએ ચાર્જ સંભાળતા ખાનગી વહીવટદારો ફરીથી સક્રિય થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ દારૂબંધી અંગે સરકારી પોલીસી અંતર્ગત સખ્ત કાર્યવાહી કરવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તદઉપરાંત પોલીસ અધિકારીઓને બુટલેગરો સામે સખ્ત કાર્યવાહી કરવા અને દારૂ,જુગાર વરલી-મટકા અને અન્ય અસામાજીક પ્રવૃતિઓ પર રોક લગાવવા કડક આદેશ આપ્યો હોવાની સુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી. હાલ તો બુટલેગરો અને અસામાજીક પ્રવૃતિઓ કરતા તત્ત્વોને એજન્સીઓ અને પોલીસ સ્ટેશનના અધિકારીઓએ રુક જાવનો આદેશ આપ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેલ અને તેલની ધાર જુવોની નીતિ અખત્યાર કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!