28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસા ના કેનાલ રોડ પર માત્ર ગરનાળા ની પાઈપ લાંબી...

અરવલ્લી : મોડાસા ના કેનાલ રોડ પર માત્ર ગરનાળા ની પાઈપ લાંબી કરવામાં 20 થી 25 દિવસથી કામ ટલ્લે !! સિંચાઈ વિભાગ નિંદ્રાધિન !!!

0
158

માલપુર રોડ પર કેનાલ નજીક ગરનાળાનું કામ ટલ્લે, સિંચાઈ વિભાગ બિલકુલ નિરસ
વરસાદી માહોલમાં ઉચ્ચ અધિકારી એ ફોન ઉપાડવાનું ટાળ્યું, અન્ય એક અધિકારીએ કહ્યું, માત્ર પાઈપ લાંબી કરવાની
ડેમ પર હાજર નહીં રહેતા અધિકારીઓને છાવરતું સિંચાઈ વિભાગ, ગરનાળાના કામમાં પણ બેજવાબદાર કેમ ?
4 સપ્તાહ થી ગરનાળાનું કામ અટકતા, લોકોમાં રોષ
નોકરો કરતાં અધિકારીઓ લોકોની સમસ્યા કેમ નથી જોતા ?

રાજ્યમાં વરસાદી માહોલ જામે એટલે ખેડૂતો માટે ખુશીના સમાચાર હોય છે કે, કારણ કે, ખેડૂતોએ વાવણી કરી હોય છે. પણ વરસાદમાં લોકોને ઘણી જ મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે, અને તેનું કારણ વરસાદ નહીં પરંતુ, ભણેલા-ગણેલા અધિકારીઓને કારણે. જેઓ ચામાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરી માટે બેઠકો યોજે છે, મોટી-મોટી ફાઈલ હાથમાં લઈને દેખાડા થાય છે, પરંતુ, જમીન પર સ્થિતિ કંઈક અલગ જ હોય છે. આવી જ સ્થિતિ અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળે છે. અરવલ્લી જિલ્લામાં વરસાદને કારણે રોડ તૂટી જાય, ગરનાળા તૂટી જાય, તળાવની પાળ માં ક્ષતિ સર્જાય, વગેરે-વગેરે. આવું કેમ થાય છે, તે સવાલ ચોક્કસથી સવાલો ઊભા કરે છે. જીપીએસી જેવી પરીક્ષા પાસ કરીને, શરૂઆતમાં ઈસ્ત્રી ટાઈટ કપડા પહેરીનું હું આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, પછી જાણે, એવા તે રંગમાં આવી, જતાં હોય છે કે, વાત જ જવાદો.

મોડાસા ના માલપુર રોડ પર ઘણાં સમયથી ગરનાળાનું કામ અટકી ગયું છે, જેને લઇને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેનાલ રોડ પર જતાં જ અહીં ખોદકામ કરી દેવાયું છે, જેને લઇને અહીંથી પસાર થતાં, લોકો કોઈપણ સમયે અકસ્માતનો ભોગ બની શકે છે. લોકો અકળાયા અને બડાપો કાઢ્યો કે, છેલ્લા 20-25 દિવસથી અહીં આવી જ સ્થિતિ છે, પણ કોઈ ધ્યાન આપતું નથી. કેનાલ રોડ પર આવેલ કોરલ સીટી, દેવદર્શન, આસ્કા બંગલો, દેવલ સીટી, તિરુપતિ આનંદવિલા, દેવમ અને નાલંદા સોસાયટી ના રહીશો અહીંથી પસાર થતાં હશે, જેમની માંગણી છે કે, આ કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે. સિંચાઈ વિભાગના અધિકારી સાથે વાતચીતમાં જણાવ્યું કે, પાઈપ માત્ર લાંબી જ કરવાની છે, જે કામ પૂર્ણ કરી દેવાશે. પણ અહીં સવાલ એ છે કે, આટલા કામમાં આટલો સમય કેમ લાગે છે ? શું કોન્ટ્રાક્ટર આપના સ્વજન છે કે, શું ? કામ કરવાની કોઈ સમય મર્યાદા નથી હોતી કે શું?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!