27.7 C
Gujarat
Sunday, August 2, 2026
Home ક્રાઇમ અરવલ્લી: ખોબા જેટલા ટિંટોઈમાં ઊંટ વૈદ સુધી પહોંચવામાં સ્થાનિક પોલિસના હાથ ટૂંકા...

અરવલ્લી: ખોબા જેટલા ટિંટોઈમાં ઊંટ વૈદ સુધી પહોંચવામાં સ્થાનિક પોલિસના હાથ ટૂંકા પડ્યા, SOG પહોંચી

0
199

અરવલ્લી જિલ્લામાં બોગસ ડોક્ટરનો જાણે રાફડો ફાટી નિકળ્યો હોય, તેમ ડિગ્રી વિના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો સિલસિલો જોવા મળે છે. અરવલ્લી એસ.ઓ.જી. ની ટીમ દ્વારા સમયાંતરે ઊંટ વૈદને પકડી પાડવાની વિશેષ કામગીરી થતી હોય છે, ત્યારે મોડાસા તાલુકાના ખોબા જેટલા ટિંટોઈ ગામે પી.આઈ. કક્ષાના પોલિસ સ્ટેશનના હાથ ઊંટ વૈદ સુધી પહોંચવામાં ટુંકા પડી જતાં, એસ.ઓ.જી.એ નકલી ડોક્ટરને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

અરવલ્લી જિલ્લાના નવા પોલિસ વડા મનોહરસિંહ જાડેજા એ ચાર્જ સંભાળતા જ સમગ્ર પોલિસ બેડામાં જોરદાર કામગીરી જોવા મળી રહી છે. અરવલ્લી એસ.ઓ.જી. પી.આઈ. ડી.કે.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ, તેમની ટીમે ટિંટોઈ ગામેથી કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતાં ઈસમને ઝડપી પાડ્યો છે. એસ.ઓ. જી. પોલિસે જાણ થઈ કે, ટીંટોઇ મેડીકલ ડીગ્રી વિના અને માત્ર અનુભવના આધારે ઇલીયાસભાઇ ઇબ્રાહીમભાઇ દાવડા ઉ.વ.૫૦ રહે.કાટવાડ તા.હિમંતનગર જી.સાબરકાંઠા કે, જે બિમાર માણસોને તપાસી ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાઓથી સારવાર કરે છે. અરવલ્લી એસ.ઓ.જી. ટીમે રેડ કરીને એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ કિંમત રૂ.9,823.41/- ના મુદ્દામાલ સાથે નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. પોલિસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ.319(2) તથા ધી ગુજરાત રજીસ્ટર મેડીકલ પ્રેક્ટીસ એક્ટ- 1963 ની કલમ- 30 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!