27.7 C
Gujarat
Sunday, August 2, 2026
Home ક્રાઇમ અરવલ્લી: વાકાટીંબા ગામે ગાંજાના જથ્થા સાથે 1 ઈસમને ઝડપી પાડતી SOG

અરવલ્લી: વાકાટીંબા ગામે ગાંજાના જથ્થા સાથે 1 ઈસમને ઝડપી પાડતી SOG

0
147

અરવલ્લી જિલ્લા એસ.ઓ.જી. ની ટીમે વધુ એકવાર ગાંજાનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે રહેણાંક ઝૂંપડામાં ગાંજાનો જથ્થો રાખ્યો હોવાની જાણકારીના આધારે 1.710 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે.અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, એસ.ઓ. જીને માદક પદાર્થોની હેરાફેરી રોકવા અને આવી ગેરકાયેદ પ્રવૃત્તિઓને ડામવા માટે ખાસ સૂચનો કર્યા હતા, જેને લઇને એસ.ઓ.જી. પી.આઈ. ડે.કે. વાઘેલા તેમજ તેમની ટીમે બાતમીના આધારે ભિલોડા તાલુકાના વાકાટીંબા ગામેથી ગાંજાનો જથ્થો પકડ્યો છે. એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે, બાબુભાઇ કાવજીભાઈ નિનામા, રહે. વાંકાટીંબા, તા.ભિલોડા, જે, પોતાના રહેણાંક ઝૂંપડામાં માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે. એસ.ઓ.જી. ટીમે બાતમી આરોપીના ઘરે રેઇડ ઝૂંપડાની અંદર મીણીયાની થેલીમાંથી લીલાશ પડતા સુકાઇ ગયેલ ડાળી ડાળખા સહિત વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો (કેનાબીસ) મળી આવ્યો હતો. પોલિસે ગાંજાનું વજન કરતાં કુલ-1.710 કિલોગ્રામ થવા પામતું હતું, જેની કિંમત રૂપિયા-17,100/- થી હતી. સમગ્ર મામલે પોલિસે આરોપી સામે ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ.8(સી), 20(બી) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!