31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

તમને ફોન આવે કે, અડધા ભાવે સોનાના બિસ્કિટ આપવાના છે, જો વાતમાં આવ્યા, તો ગયા… અરવલ્લી પોલિસે મેવ ગેંગને ઝડપી


પિત્તળના બિસ્કિટ સોનાના છે, તેમ કહીને ઠગાઈ કરતી મેવ ગેંગના 3 શખ્સ ઝડપાયા
અરવલ્લી SC/ST સેલના Dy.SP. તેમજ LCB ની ટીમને મળી મોટી સફળતા
સોશિયલ મીડિયા પરથી સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને નામી વ્યક્તિ અને વેપારીઓના નંબર મેળવતા
સંપર્ક કરીને કહેતા કે, “અમારા ખેતરમાંથી સોનાના બિસ્કિટ મળ્યા છે અને અડધા ભાવે વેંચવાના છે”
ખરાઈ કરવા માટે સોનાના સાચા બિસ્કિટ બતાવતા, ડિલ સમયે સોનાના વરખ ચઢાવેલા નકલી બિસ્કિટ પધરાવવાનો ખેલ
મહેસાણાના એક વ્યક્તિ સાથે 90 લાખની છેતરપિંડી થઈ હોવાની પ્રાથમિક માહિતી

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરીની સાથે હવે ઠગ ટોળકીઓના આંટાફેરા વધી ગયા હોય, તેવું લાગે છે, જોકે આવી જ એક ઠગ ટોળકીને તેમના મનસૂબા પાર પાડતા પહેલા ડીવાયએસપી એન.પી.આહિર અને અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડવામાં સફળતા મળી છે. શામળાજી પોલિસ સ્ટેશન હદના શામળપુર ગામ નજીક હાઇવે રોડ ઉપરથી ટાટા હેરીયર ગાડી સાથે ઠગાઈ કરનાર મેવ ગેંગના ત્રણ ઇસમોને ઝડપી પાડી પીળા કલરના સોના જેવા દેખાતા ધાતુવાળા 7 નંગ બિસ્કીટ આશરે કુલ કિ.રૂ.2,132/- તથા સોનાના ટુકડા નંગ-3 જેની કિ.રૂ.13,000/-તથા અલગ-અલગ દર ની ચલણી નોટો કુલ રોકડ રૂ.22,510/ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન તેમજ અન્ય મિલકત સંબંધિત ગુનાઓને શોધવા માટે ખાસ સૂચના આપી હતી. આ વચ્ચે અરવલ્લી જિલ્લા SC/ST સેલના Dy.SP. એન.પી.આહિર ની સુચના મુજબ એલ.સી.બી.ના પી.આઈ. એચ.પી.ગરાસીયા, પી.એસ.આઈ. સી.એમ. રાઠોડ, પો.સબ.ઇન્સ વી.જે.તોમર તેમજ એલ.સી.બી.ટીમના માણસો શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ સમય દરમિયાન જાણકારી મળી હતી કે, શામળપુર ગામની સીમમાં હિંમતનગર થી શામળાજી તરફ આવતા, શામળપુર ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે સોનાના બિસ્કીટ હોવાનું કહી, ખોટા સોનાના બિસ્કીટ આપી, ફરીયાદી સાથે છેતરપીંડી થઈ હતી. આ સમગ્ર મામલે ચાર ઇસમો કાળા કલરની હેરીયર ગાડી RJ.59.CA.0595 ની લઇને હિંમતનગરથી હાઈ-વે રોડ ઉપર થઇ શામળાજી તરફ જવાના છે, પોલિસે ચોક્કસ બામતીના આધારે, વોચ ગોઠવી હતી. આ સમયે શામળપુર ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે કાળા કલરની હેરીયર ગાડીનં.RJ.59.CA.0595 આવતા 3 ઈસમને પોલિસે ઝડપી પાડ્યા હતા. પોલિસે ગાડીમાં તપાસ કરતા, કાળા કલરના થેલામાં સોના જેવા દેખાતા પીળા કલરની ધાતુ વાળા બિસ્કીટ નંગ-7 કુલ વજન 4 કિ.લો. 265 ગ્રામ જેની આશરે કુલ કિ.રૂ.2,132/- તથા સોનાના ટુકડા નંગ-3 જેનુ કુલ વજન 1,450 મી.લી હતું, આ સાથે જ પોલિસે રોકડ રૂ.22,510/- તથા પાંચ મોબાઈલ ફોન કિ.રૂ. 75,000/- તથા ટાટા હેરયર ગાડી કિ.રૂ.20,00,000/- મળી કુલ કિ.રૂ.21,12,642/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે પોલિસે આરોપીઓ વિરૂદ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા-2023 ની કલમ, 106,35(1),જે મુજબ અટક કાયદેસરની કાર્યવાહી કરી છે. મહેસાણા જિલ્લામાં એક વ્યક્તિ સાથે 90 લાખની છેતરપિંડી થઈ હોવાનું અરવલ્લી જિલ્લા પોલિસ અધિક્ષણ મનોહરસિંહ જાડેજાએ ઉમેર્યું હતું.

શું હતી આરોપીઓની M.O ?
આરોપીઓ રાજસ્થાનના જયપુર નજીક પોતાના ખેતરમાંથી સોનાના બિસ્કિટ મળેલા છે, અને અડધા ભાવે વેંચવાના છે, તેવી લોભામણી વાત કરતા હતા. આ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને ગુજરાતના કેટલાક વેપારીઓ સહિત નામી વ્યક્તિઓનો સંપર્ક કરતા હતા. આરોપીઓ વેપારીનો સંપર્ક કર્યા પછી, ખરાઈ કરવા માટે સોનાનો ખરો સિક્કો બતાવતા હતા. જ્યારે ડિલ કરવાની થાય, ત્યારે આરોપીઓ જે-તે વેપારીને પિત્તળના બિસ્કિટ, જેની પર સોનાનું વરખ ચઢાવી પધરાવી દેતા હતા. મોટી રકમ સોનાની સામે લઇને ગાયબ થઈ જતાં હતા.

પકડાયેલ મુદ્દામાલ
1. પીળા કલરના સોના જેવા દેખાતા ધાતુવાળા બિસ્કીટ નંગ-૭ જેની આશરે કુલ કિ.રૂ.૨,૧૩૨/-
2. સોનાના ટુકડા નંગ-૩ જેની કિ.રૂ.૧૩,૦૦૦/-
3. રોકડ રૂ.૨૨, ૫૧૦/-
4. મોબાઇલ ફોન-૫ જેની કુલ કિ.રૂ.૭૫,૦૦૦/-
5. ગાડીની કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/-
ઝડપાયેલ ઇસમ
1.ખુશ્બુદીન સ/ઓફ અબ્બાસ મોહમમદખાન મેવ રહે.ભંડારા તા.જુલેડા જી.ભરતપુર (રાજસ્થાન)
2.મોસીનખાન સ/ઓફ કાસમખાન પ્રતાપખાન મેવ રહે.બીરગાવન થાના-નગર તા.નગર જી.ભરતપુર (રાજસ્થાન)
3.રાકેશભાઈ સ/ઓફ સુરેશભાઈ સાબરામ ભગેલ રહે.ભંડારા તા.જુલેડા જી.ભરતપુર (રાજસ્થાન)
વોન્ટેડ ઇસમ
1.ગાડીનો ચાલકનુ નામ શેકુલ સ/ઓફ સહાબ મેવ રહે.ભંડારા તા.કામા જી.ભરતપુર (રાજસ્થાન)


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!