31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

શિસ્તના પાઠ બાળકોને નહીં પરંતુ સરકારી બાબુઓને જરૂરી, અરવલ્લીમાં બેલગામ બન્યા સરકારી નોકર, કોના પીઠબળથી મળે છે તાકાત ?


અરવલ્લી જિલ્લામાં Government Servent બન્યા બેલગામ
પ્રજા માટે સરકારે મુકેલા સરકારી બાબૂઓ હવે કોઈને ન ગાંઠતા હોવાની બૂમો
પોલિસ જેવી શિસ્ત વહીવટી અને જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં ક્યારે આવશે?
શું પ્રજાને હેરાન કરવા માટે આમને બેસાડ્યા છે કે શું?
અરજદારની વાત ગમે તેવી હોય પણ, સમસ્યા જે હોય તે, પણ આવા શબ્દો કેમ બોલવા પડ્યા ?

અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે સરકારી તલાટી દ્વારા નાગરિક સાથે સરકારી બાબૂનું અશોભનિય વર્તનનો મામલો સામે આવ્યો છે. તલાટી એ ન કહેવાનો શબ્દ પ્રયોગ અને દાદાગીરી કરી હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે. સમગ્ર મામલો ગરમાતા હિત રક્ષક સમિતિ દ્વારા તાત્કાલિક કાર્યવાહી માટે તંત્રની અપીલ કરતા, ખળભળાટ મચી જવા પામ્યો છે. અહીં લોકો સવાલો કરી રહ્યા છે કે, શું અધિકારીઓને પણ આવા કર્મચારીઓ નથી ગાંઠતા કે શું ?

ઘટના અનુસાર, ધનસુરા નગરના એક યુવા ધવલભાઈએ ગામના વિકાસ અને સમસ્યાઓ અંગે માહિતી મેળવવા માટે તલાટી ગૌરવ ચૌધરીને ફોન કર્યો હતો. આમ છતાં, તલાટી દ્વારા શાસનકર્મી તરીકેનું પદ ભુલીને નાગરિકને તોછડી ભાષામાં જવાબ આપવામાં આવ્યો. તલાટીએ અપશબ્દોનો ઉપયોગ કરતા નાગરિકને નમ્રતાથી નહી પણ દાદાગીરીપૂર્વક જવાબ આપ્યા હતા. યુવાને પોતાની માંગણી માત્ર નગરના વિકાસ સંબંધિત મુદ્દાઓને લઈને કરી હતી, જેનો જવાબ ઉગ્ર અને અપમાનજનક રહ્યો. લોકોમાં સરકાર પ્રત્યે અસ્થિરતા અને નારાજગી વધતી જોવા મળી રહી છે. એટલું જ નહીં લોકો તલાટી જેવા સરકારી કર્મચારીઓ પ્રજાના સેવક હોવા જોઈએ એ મુદ્દો ઉઠાવી રહ્યા છે.

અરજદારે જણાવ્યું હતું કે, ઘણાં સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ હતી, જેને લઇને તલાટીને જાણ કરવામાં આવી હતી, જોકે કોઈ ફોન નહીં ઉપડાતા, તલાટીને મેસેજ કરવામાં આવ્યો હતો. અરજદારે કહ્યું કે, તમે મારો ફોન ઉપાડો, સ્ટ્રીટ લાઈટ બાબતે વાત કરવી છે. તલાટીએ સામેથી કોલ કરતા, અરજદારે કહ્યું કે, ઘણાં સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ છે, આ અંગે રજૂઆત કરવા છતાં, કોઈ જ કાર્યવાહી નહીં કરતા, તલાટી ગરમ થઈ ગયા અને અપશબ્દો બોલવા લાગ્યા હોવાની અરજદારે રજૂઆત કરી હતી.

હિત રક્ષક સમિતિએ કાર્યવાહી માટે અરજી આપી
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને હિત રક્ષક સમિતિના પ્રમુખે તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું છે. સમિતિના પ્રમુખે જણાવ્યું, “સરકારી તલાટી નાગરિક સાથે એવું વર્તન કરે છે, તે માટે તેમને તેમની જગ્યાથી દૂર કરવી જોઈએ. નાગરિકોના પ્રશ્નોનો યોગ્ય અને નમ્રતાપૂર્વક જવાબ આપવો સરકારી કર્મચારીની ફરજ છે.” આવેદનપત્રમાં તલાટી ગૌરવ ચૌધરી વિરુદ્ધ ગંભીર ગુનો દાખલ કરી, યોગ્ય તપાસ હાથ ધરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમિતિએ સરકારને અપીલ કરી છે કે, આવા કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવે, જેથી અન્ય સરકારી કર્મચારીઓ માટે દાખલારૂબ બની શકે.

ઉપવાસ આંદોલન દ્વારા અધિકાર માટેની લડાઈની ચીમકી
હિત રક્ષક સમિતિના સભ્યોએ તલાટી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો, સ્ટેટ હાઈવે પર ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સમિતિના સભ્યોએ જણાવ્યું, “અમે પ્રજાના ન્યાય માટે તલાટી વિરુદ્ધ આંદોલન દ્વારા લડાઈ લડીશું. તલાટી જે રીતે નાગરિકના પ્રશ્નોને અવગણ્યા છે, તે અસ્વીકાર્ય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!