38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત રાજ્ય સરકારે અરવલ્લી જિલ્લાને નવીન 6 બસ ફાળવી, રાજ્યકક્ષાના મંત્રી ભિખુસિંહજી પરમારે...

રાજ્ય સરકારે અરવલ્લી જિલ્લાને નવીન 6 બસ ફાળવી, રાજ્યકક્ષાના મંત્રી ભિખુસિંહજી પરમારે બતાવી લીલીઝંડી

0
112

અરવલ્લીના મોડાસા બસપોર્ટ ખાતે માનનીય મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે 1 ડીલક્સ અને 5 મિની બસ નું લોકાર્પણ

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી) દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમમાં માનનીય મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે નવીન બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 1 ડીલક્સ અને 5 મિની બસનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે જિલ્લાના લોકો માટે વધુ આરામદાયક અને કાર્યક્ષમ પરિવહન સુવિધા પૂરી પાડશે.

આ નવી બસની ફાળવણી થતાં મોડાસા બસપોર્ટની સેવાઓ વધુ મજબૂત બનશે. ડીલક્સ બસ ૪૦થી વધુ મુસાફરોને આરામદાયક પ્રવાસની સુવિધા આપશે, જ્યારે મિની બસ ગ્રામીણ વિસ્તારોમાં નિયમિત અને સરળ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ પહેલથી અરવલ્લી જિલ્લાના આદિવાસી અને ગ્રામીણ વિસ્તારના લોકોને મહાનગરો સુધી પહોંચવામાં સરળતા રહેશે, જે શિક્ષણ, રોજગાર અને આર્થિક વિકાસને વેગ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!