બદલીને લઇને નાયબ મામલતદારોના ચહેરા પર મનોમન ખુશી તો ગમ સ્પષ્ટ દેખાયો
અમદાવાદ, ગાંધીનગરથી અપડાઉન કરતા કર્મચારીઓની બદલી થતાં મનોમન નારાજગી
વિચાર્યું ન હોય, તેવી જગ્યા મળતા, સ્મિત સ્પષ્ટ દેખાયું
અરવલ્લી જિલ્લામાં તંત્ર દ્વારા એકસાથે નાયબ મામલતદારોની મોટાપાયે બદલી કરવામાં આવી છે. દિવાળી પૂર્વે જ જાહેર કરાયેલા આ બદલીના આદેશોને કારણે સમગ્ર જિલ્લામાં તંત્રમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. કુલ 30 નાયબ મામલતદારોની બદલી એકસાથે થતાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સર્જાયો છે.

જમીન શાખા, પુરવઠા વિભાગ તેમજ મામલતદાર કચેરીઓમાં લાંબા સમયથી એક જ જગ્યાએ સેવા આપી રહેલા અધિકારીઓની બદલી થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક દ્વારા આ બદલીઓના હુકમો બહાર પાડવામાં આવ્યા છે. સાગમેટે થયેલી આ બદલીઓથી કેટલીક કચેરીઓમાં નવા ચહેરાઓની એન્ટ્રી થતા તંત્રમાં થોડો સમય કામગીરીમાં વેગ ઝડપ જોવા મળી શકે છે. બીજી તરફ, લાંબા સમયથી એક જ તાલુકામાં સેવા આપતા અધિકારીઓની વિદાયથી કેટલાક સહકર્મચારીઓમાં વિદાયની લાગણી પણ વ્યક્ત થઈ રહી છે.
બદલી થયેલ નાયબ મામલતદારોની યાદી









