30.8 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ શામળાજી : બુટલેગરોની દિવાળીમાં દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર બ્રેક,પોલીસે ટ્રકમાંથી 31.52...

શામળાજી : બુટલેગરોની દિવાળીમાં દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર બ્રેક,પોલીસે ટ્રકમાંથી 31.52 લાખનો દારૂ ઝડપ્યો

0
47

રાજ્યમાં કડક દારૂબંધીની અમલવારીની વાતો વચ્ચે વિદેશી દારૂ પીવાના શોખીનો દારૂ પીવાના બહાના બનાવી વર્ષે દહાડે અબજો રૂપિયાનો દારૂ ઘટઘટાવી રહ્યા છે રાજ્યમાં તહેવાર ટાણે દારૂ
પીવાનું ચલણ વધી રહ્યું છે દિવાળી પર્વમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો અધીરા બન્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરોના નિતનવા નુસ્ખા નાકામીયાબ થઇ રહ્યા છે

અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર પ્રોહીબીશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદ પર નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું છે

શામળાજી PI કે.ડી.ડિંડોર અને PSI જી.આર.ચૌધરીની ટીમને બુટલેગરો ટ્રકમાં ડિનર સેટના પૂંઠાની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરી હેરાફેરી કરી રહ્યા હોવાની અને ટ્રક રાજસ્થાન તરફથી બુટલેગરોમાં સિલ્કરૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે નં-48 પર શામળાજી નજીક આવેલ રતનપુર ચેકપોસ્ટથી ગુજરાતમાં ઠાલવવાની ફિરાકમાં હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની બાતમી આધારીત ટ્રક પૂરઝડપે આવતા અટકાવી કોર્ડન કરી ટ્રકની
તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની પેટી-200 કુલ બોટલ નંગ-7440/- કીં.રૂ.3152400/- નો જથ્થો જપ્ત કરી હરિયાણાના ટ્રક ચાલક મો.સાહિલ નાસીરહુસૈન મેવ અને રાહુલ સહુદ મેવને દબોચી લઇ વિદેશી દારૂ, ટ્રક,ડિનર સેટ અને મોબાઈલ મળી કુલ.રૂ.45.70 લાખથી વધુનો નો મુદ્દામાલ જપ્ત કરી બંને બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અન્ય અજાણ્યા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!