31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : આઉટ સોર્સ કર્મીની લાંચ માંગવાની હિંમત તો જુઓ ગ્રામ સેવક નરેશ પટેલ 52 હજારની લાંચ લેતા ACBએ દબોચ્યો


52 હજારની લાંચ માંગનાર આઉટ મેઘરજ તાલુકા પંચયાતના આઉટસોર્સ ગ્રામ સેવક નરેશ પટેલ લાંચમાં કોઇનો ભાગ હતો હતો કે પછી આવડી મોટી લાંચ એકલો ઓહિયા કરી જતો
હોવાની ચર્ચાએ જોર પકડ્યું

અરવલ્લી જીલ્લાની સરકારી કચેરીઓમાં આઉટસોર્સથી ફરજ બજાવતા મોટાભાગના કર્મીઓ ખુલ્લામ ભ્રષ્ટાચાર આચરતા હોવાની બૂમો સતત ઉઠી રહી છે

જીલ્લા એસીબી પણ દિવાળી પર્વમાં અને માર્ચ એન્ડિંગમાં એસીબીના કેસ કરવા સક્રીય થતાં એસીબીની કામગીરી અંગે પણ પ્રજાજનોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે

સરકારે ભ્રષ્ટાચાર ઘટાડવા અને કામગીરી વધુ સુદઢ બનાવવા માટે મોટા ભાગની સરકારી સહાયની સેવાઓ ઓનલાઈન કરી છે પરંતુ ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ અને કર્મીઓ એનકેન પ્રકારે અરજદારને હેરાન કરી લાંચના રૂપિયા સેરવી લેતા હોવાની સતત ઘટનાઓ બની રહી છે અરવલ્લી જીલ્લામાં ભ્રષ્ટાચારે માજામૂકી છે ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મીઓ સરકારી કામકાજ માં ટેબલ પર વજન ન મૂકાય ત્યાં સુધી કાગળ આગળ હટતો નથી પ્રધાન મંત્રી આવાસ યોજના ખાયકી યોજના બની રહી છે મેઘરજ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલ ચાર મકાનના બે હપ્તા જમા કરવવા પેટે મેઘરજ તાલુકા પંચયાતના આઉટસોર્સ ગ્રામ સેવક નરેશ પટેલે ચાર લાભાર્થીઓ પાસેથી 52 હજારની માંગણી કરતા અરવલ્લી એસીબીનો સંપર્ક કરતા એસીબી ટીમે છટકું ગોઠવી કુણોલ ગામ નજીક લાંચ લેતા ઝડપી લેતા લાંચિયા કર્મીના મોતિયા મરી ગયા હતા એસીબીના સફળ છટકાથી લાંચિયાઓમાં ફફડાટ ફેલાયો હતો

મેઘરજ તાલુકામાં વસવાટ કરતા ચાર વ્યક્તિઓએ પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મંજૂર થઈ હતી સહાય અંતર્ગત બે હપ્તા બેંકમાં જમા થયા હતા બે હપ્તા જમા થતાની સાથે આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા ગ્રામ સેવક નરેશ શંકર પટેલ એક મકાન પેટે 15 હજારની રકમની માંગણી કરતા સમસમી ઉઠ્યા હતા અને એક જાગૃત નાગરિકનો સંપર્ક કરતા અંતે રકઝક પછી એક મકાન દીઠ 13 હજાર નક્કી કરી લાંચિયો ગ્રામ સેવક નરેશ પટેલ સતત દબાણ કરતા જાગૃત નાગરિકે ગરીબ લાભાર્થીઓના રૂપિયા ઓહિયો કરે તે પહેલા અરવલ્લી એસીબીનો સંપર્ક કરતા એસીબી પીઆઇ ટી.એમ.પટેલનો સંપર્ક કરતા એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું

અરવલ્લી એસીબી પીઆઇ ટી.એમ.પટેલ અને તેમની ટીમે ફરિયાદીને સમગ્ર છટકા અંગે સમજાવી લાંચિયા ગ્રામ સેવક નરેશ પટેલ સાથે લાંચ અંગે વાતચીત કરી લાંચના 52 હજાર રૂપિયા લેવા માટે કુણોલ ગામ નજીક બોલાવતા એસીબી ટ્રેપથી અજાણ લાંચિયો ગ્રામ સેવક લાંચ લેવા ઉતાવળો બની સ્થળ પર પંહોચી 52 હજારની લાંચ લેતા આજુબાજુમાં ગોઠવાયેલ એસીબીની ટીમે ત્રાટકી રંગે હાથે દબોચી લેતા લાંચિયા કર્મી ફફડી ઉઠ્યો હતો દિવાળી પર્વના તહેવારોમાં ગરીબો પાસે પૈસા માંગી હૈયાહોળી કરવા માંગતા લાંચિયા નરેશ પટેલનો બોમ્બ એસીબીએ ફોડી નાખી જેલના સળિયા પાછળ ધકેલી દઈ આરોપીના ઘરે અને ઓફીસ સ્થળે સર્ચ ઓપરેશનની તજવીજ હાથધરી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!