33.7 C
Gujarat
Monday, August 31, 2026
Home ગુજરાત અરવલ્લી : ધંબોલિયા ગામમાં રાત્રી રોકાણનો કાર્યક્રમ યોજાયો

અરવલ્લી : ધંબોલિયા ગામમાં રાત્રી રોકાણનો કાર્યક્રમ યોજાયો

0

અરવલ્લી જીલ્લાના શામળાજી તાલુકાના ધંબોલિયા ગામમાં રાત્રી રોકાણનો વિકાસ સપ્તાહ અંતર્ગત ૨૪ વર્ષના સુસાશનના શુભ અવસર નિમિત્તે સેવા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે બી.જી.ડાભી, શામળાજી મામલતદાર, ચિંતનભાઈ પટેલ, શામળાજી તાલુકા વિકાસ અધિકારી, ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ રાજેશભાઈ નિનામા, ડો. રાકેશભાઈ બોડાત, શંભુભાઈ ઠાકોર , શૈલેષભાઈ કોટવાલ, સરપંચ હિતેશભાઈ નિનામા, ઉપ સરપંચ ઈન્દ્રજીતસિંહ રાઠોડ, તલાટી કમ મંત્રી, પી.બી.ભોઈ સહિત ધંબોલિયા, ગઢીયા, રૂદ્રાલ ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા.ભિલોડા તાલુકાના વહીવટી તંત્રના અધિકારીઓએ પ્રજાજનોને સરકારી યોજનાઓ સંદર્ભે માહિતગાર કર્યા હતા.લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.સેવા સપ્તાહ કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!