32.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ગુજરાત અરવલ્લી: ડેમાઈમાં તસ્કરોએ ATM તોડ્યું, પૈસા કાઢે તે પહેલા પોલિસના હાથે લાગી...

અરવલ્લી: ડેમાઈમાં તસ્કરોએ ATM તોડ્યું, પૈસા કાઢે તે પહેલા પોલિસના હાથે લાગી ગયા !!!

0
49

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં દિવાળીના સમયે તસ્કરો સક્રિય થયા હોય, તેવું લાગે છે. અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા દિવાળીના સમયે ચોરીની ઘટનાઓથી બચવા માટે સતત લોકોને અપીલ કરી હતી, જોકે તસ્કરો હવે, એટીએમને નિશાન બનાવી રહ્યા છે. બાયડ તાલુકામાં એટીએમને નિશાન બનાવવાનો પ્રયાસ થયો હતો, જોકે તસ્કરો નિષ્ફળ રહ્યા હતા અને ઝડપાઈ ગયા હતા.

બાયડ તાલુકાના ડેમાઈ નજીક કપડવંજ રોડ પર 20-10-2025 ના રોજ રાત્રીના અરસામાં ખાનગી કંપનીના એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આરોપીઓએ લોખંડનું ધારીયું તથા લોખંડનો હથોડો લઈ આવી ડેમાઇ ગામમાં કપડવંજ હાઈવે-રોડ ઉપર આવેલા એટીએમમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ એ.ટી.એમ મશીનના રૂમમાં ગેર કાયદેસર પ્રવેશ કરી પૈસા ચોરી કરવાના ઇરાદે એ.ટી.એમ રૂમમાં મુકેલ કેમેરો તોડી નાખ્યું હતું. એટલું જ નહીં એ.ટી.એમ મશીનની ડીસપ્લેય તેમજ નીચેના ભાગે પૈસા મુકવા માટેનો દરવાજો તોડી નુકસાન કરી કર્યું હતું, જોકે અવાજ થતાં લોકો દોડી આવ્યા હતા અને પોલિસને જાણ કરતા તસ્કરોને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલ આરોપી
1. જયેંદ્રભાઇ વિક્રમભાઇ વણજારા
2. વિશાલભાઇ ઉર્ફે તુફાન રમેશભાઇ ઠાકોર બન્ને રહે.ડેમાઇ (લાંક રોડ) તા.બાયડ જી.અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!