37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી: ધાડ માં ગયેલી રોકડ ધનસુરા પોલિસે રીકવર કરી, તેરા તુજકો અર્પણ...

અરવલ્લી: ધાડ માં ગયેલી રોકડ ધનસુરા પોલિસે રીકવર કરી, તેરા તુજકો અર્પણ અંતર્ગત ફરિયાદીને પરત

0
71

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં થોડા મહિના અગાઉ ધાડની ઘટના સામે આવી હતી, જેમાં ધારપાડુઓ ત્રાટક્યા હતા અને રોકડ સહિતનો મુદ્દામાલ લઈને પલાયન થઈ ગયા હતા, સમગ્ર મામલે સ્થાનિક પોલિસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધારપાડુઓને ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ધાડ ની ઘટનામાં ગયેલ રોકડ રકમ કિ.રૂ.૨,૮૦,૦૦૦/- તથા રિયલમી કંપનીનો ઇન્ડ્રોઇડ મોબાઈલ નં-૧ કી.રૂ.૫૦૦૦- નો ગણતરીના દિવસોમા શોધી કાઢી મુળ માલીકને પરત કરવામાં આવી હતી.

શું હતી ધાડની ઘટના, વાંચો સમગ્ર અહેવાલ એક ક્લિકમાં – http://sh028.global.temp.domains/~renewedm/MeraGujarat/news/38666/

અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજા ની સૂચના હતી કે, ધાડમા ગયેલ મુદ્દામાલ શોધી કાઢવો અને તેરા તુજકો અર્પણ અંતર્ગત ફરિયાદીને પરત કરવો, જે અનુસંધાને ધનસુરા પોલિસ સ્ટેશનના પી.આઈ. એસ.એસ. માલ તેમજ તેમની ટીમ દ્વારા ધનસુરા પોલિસ સ્ટેશન ખાતે ચાલુ વર્ષ 2025 માં ભારતીય ન્યાય સંહિતા- 2023 ની કલમ ૩૧૦(૨),૩૩૩,૧૨૭(૨), તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના કામના ફરીયાદી કમલેશભાઈ સોમાભાઈ પટેલ રહે.વડાગામ તા.ધનસુરા જી.અરવલ્લી ની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ધારપાડુઓ રોકડ રકમ કી.રૂ.2,80,000/- નો મુદ્દામાલ તથા રિયલમી કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ નંગ-1 કિ.રૂ.5000/- લઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઇને પોલિસે તપાસ કરીને મુદ્દામાલ શોધી કાઢ્યો હતો. રાજ્ય સરકાર અને ગૃહ વિભાગના તેરા તુજકો અર્પણ અંતર્ગત ધાડમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરીને ધનસુરા પોલિસની ટીમે મૂળ માલિકને પરત સોંપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!