37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી: માલપુર બાયપાસ રોડ પર છેલ્લા ‘છો’ મહિનાથી ‘ભય’ લખેલ બોર્ડ જ...

અરવલ્લી: માલપુર બાયપાસ રોડ પર છેલ્લા ‘છો’ મહિનાથી ‘ભય’ લખેલ બોર્ડ જ જોવાનું ? કામ પૂર્ણ થશે કે પછી… !!!!!

0
68

ટેક્સ ભરતી જનતા પૂસ’સ, ક, ચમ ભઈ, આ કોમ ચાર… પુરૂ થહે…!!!

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં વિકાસની વાતો વચ્ચે એવા નાના-નાન ઘણાં કામ છે, જેના પર કોઈનું ધ્યાન જતું નથી. કોન્ટ્રાક્ટર્સ બીજા કામ લેવાની લ્હાયમાં ચાલુ કામ પૂર્ણ કરતા નથી. મોડાસા માલપુર રોડ પર સહયોગ ચોકડી પર છેલ્લા 6 મહિનાથી એક ખાડો છે, જે પુરવાનો કોઈની પાસે સમય નથી. અહીં રોડ પણ પૂર્ણ કરવામાં આવ્યો નથી. માલપુર બાયપાસથી જમણે વળતાં જ ખાડો છે. અહીં કામ કેમ અટકાવી દેવાયું છે, તે તો અધિકારીઓ જ કહી શકે.

મોડાસાના માલપુર રોડ પરથી મેઘરજ રોડ પર જવાના વળાંકમાં છેલ્લા છ મહિનાથી એક ખાડો છે, જેથી કેટલીકવાર ભારે વાહનોને જવામાં તકલીફ પડે છે. વાત તકલીફની તો બાજુ પર રહી પણ, આવું કામ પૂર્ણ કરવામાં કેમ કોન્ટ્રાક્ટરને રસ નથી તે સવાલ છે. એટલું જ નહીં. બોર્ડ પર મુકવામાં આવ્યું છે, જેમાં મોટા અક્ષરે ભય ચિતરી દેવાયું છે, ભાઈ… ભય લખેલું છે, તો કોના અકસ્માતની રાહ જુઓ છો ? જટ પુરૂ કરો ને.. ગુજરાત શહેરી વિકાસ કંપની લિ. ગાંધીનગરનું અહીં બોર્ડ છે, પણ દેખરેખ કરનાર કોઈ સ્થાનિક વિભાગ છે કે નહીં તે પણ એક સવાલ છે. હાલ, ભય લખેલા બોર્ડને જોતા રહો અને અહીંથી પસાર થાઓ. બાકી કામ ક્યારે પૂર્ણ થશે, તે કોઈને ખ્યાલ નથી.

અહીંથી ઉચ્ચ અધિકારીઓ પણ પસાર થતાં હશે પણ કેમ જાણે તેમને નહીં દેખાતું હોય ? આવા સવાલો તો ચોક્કસથી ઉઠતા જ હશે. પણ આવી નાની-નાની સમસ્યાઓ ક્યારે વિકરાળ સ્વરૂપ લે, ત્યારે જ તંત્રના આંખેથી પાટા ખુલે અને પછી જે-તે વિભાગને નોટિસ આપે, ખુસાલો માંગે વગેરે વગેરે… આવા તાયફા અને સ્વ-બચાવ કામગીરી પહેલે લોકો જોઈ ચુક્યા છે. પણ નક્કર પગલા પહેલા કેમ લેવાતા નથી, તેવા સવાલો તો ટેક્સ ભરતી જનતા પૂછે છે કે, ચમ ભાઈ, આ કોમ ચાર પુરૂ થહે…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!