37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી: ઘણાં વર્ષે સિટી સર્વેની અરજદારોને ગરજ !!!! અધિકારીઓ અરજદારોની મજબૂરીનો ફાયદો...

અરવલ્લી: ઘણાં વર્ષે સિટી સર્વેની અરજદારોને ગરજ !!!! અધિકારીઓ અરજદારોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોવાની રાવ !!!

0
100

પ્રોપર્ટ કાર્ડ લાગૂ થયા પછી સિટી સર્વે માં બલ્લે બલ્લે… કોઈ યોગ્ય જવાબ નહીં.. વાત માત્ર ₹ની!!! સીનિયર સિટિઝનને 8-8 ધક્કા !!!

અંકિત ચૌહાણ/જય અમીન
રાજ્ય સરકારે કોઈ વ્યક્તિ કે સંસ્થાની જમીન કે મકાન સંબંધિત માલિકી ની વિગતો સ્પષ્ટ કરવા માટે પ્રોપર્ટ કાર્ડ ની શરૂઆત કરી છે, જે માલિકીનો પુરાવો છે. આ માટે થોડા સમય પહેલા એક યોજના લાગૂ કરી હતી, જેનું નામ હતું, સ્વામિત્વ યોજના. આ યોજના થકી, કોઈપણ વ્યક્તિ પોતાની મિલકતના પુરાવા રૂપે પ્રોપર્ટી કાર્ડ કઢાવી શકે. જોકે હવે આ માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે. યોગ્ય જવાન ન મળે, યોગ્ય જાણકારી ન મળે, મનફાવે તેમ જાણકારી આપે, જેથી અરજદારોએ માત્ર ને માત્ર ધરમના ધક્કા જ ખાવા પડે છે.

પહેલા ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં મિલકતની નોંધણી તલાટી કચેરીમાં સામાન્ય રીતે થઈ જતી હતી, કોઈપણ પ્રકારની મૂંજવણ કે ધક્કા વિના. હવે સરળ યોજના શરૂ કરી છે, જોકે અરજદારોને માત્ર ને માત્ર ધક્કા જ ખાવા પડે છે. અધિકારીઓ અને કર્મચારીઓ મનફાવે તેમ જવાબો આપે અને અરજદારો ગોથે ચઢી જાય છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં આવી જ સ્થિતિ છે. કોઈ અરજદાર પ્રોપર્ટી કાર્ડ માટે જાય તો, એક ધક્કામાં કામ થાય, તે તો બિલકુલ ખોટી વાત છે. પહેલા જાય, તો અલગ ફોર્મ ની જાણકારી આપે, બીજી વાર જાય તો બીજા ફોર્મ ની વાત કરે.

આવા ખોટા-ખોટા જવાબ થી અરજદાર આખરે કંટાળી જાય અને અધિકારીઓને જોઈતો હોય ઢાળ અને રગળી પડે, તેવો ઘાટ સર્જાયો છે. આખરે, મામલો નિપટાવવા અરજદારોને ખંખેરી લેવામાં આવે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. મોડાસા સિટી સર્વે ઓફિસની પણ આવી જ હાલત છે. અહીં, રોજે-રોજ કેટલાય અરજદારો પ્રોપર્ટી કાર્ડ માટે આવે છે, જોકે એક અરજદાર ખુશ થઈને જતો, હોય, તેવા એક પણ ઉદાહરણ નથી. કારણ કે, હાલ તો સિટી સર્વે ઓફિસમાં વેપાર જેવી હાલત થઈ છે, માત્ર ને માત્ર ગરાકી જ ગરાકી અને બધા… વધારે વાંચવા માટે જોતા રહો… wwww.meragujarat.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!