37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી ICDS માં Systemic Corruption અંગે DDO ને રજૂઆત, તટસ્થ તપાસ ક્યારે...

અરવલ્લી ICDS માં Systemic Corruption અંગે DDO ને રજૂઆત, તટસ્થ તપાસ ક્યારે ? સરકાર છવી સુધારવા માંગે છે પણ ભ્રષ્ટાચારના છીદ્રો યથાવત!!!!

0
79

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં સતત ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠવા પામે છે, જોકે કોઈ જ એવા અધિકારી નથી કે, તેના પર અંકુશ લાવી શકે અથવા તો કાર્યવાહી કરી શકે. વર્ષે દહાડે માર્ગ અને મકાન, આઈ.સી.ડીએસ. શિક્ષણ સહિત એવા કેટલાક વિભાગો છે, જેમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે. પણ આ ગ્રાન્ટનો સદઉપોયગ કરવાને બદલે, હવે દુરુઉપયોગ થતો હોય, તેવી રાવ ઉઠવા પામી છે. અરવલ્લી જિલ્લામાં હવે અધિકારીઓ, અધિકારીઓ રહ્યા નથી અને વેપારી બની ગયા છે, તે વાતમાં પણ કોઈ બેમત નથી. પહેલા ઓનલાઈન નહોતું ત્યારે રોકડમાં વ્યવહાર થતાં હતા, અને હવે ટકાવારીમાં સીધા કોન્ટ્રાક્ટર સાથે વહીવટ થાય છે, પણ આ સાયલન્ટ હોવાથી તેરી ભી ચૂપ, અને મેરી ભૂ ચીપ…

અરવલ્લી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ (ICDS) હેઠળ વિવિધ યોજનાઓમાં છેલ્લા ઘણાં સમયથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને ઉઘરાણી થઈ રહી હોવાની ફરિયાદો સતત પ્રાપ્ત થઈ રહી છે. જિલ્લા સ્તરે અનેક આંગણવાડીઓમાં તપાસ કરવા જેવી ગેરરીતિઓ જણાઈ રહી છે, જેને લઇને સામાજિક કાર્યકર અને કેટલાક આગેવાનોએ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરી છે. સ્વચ્છતા કીટ, તાલીમ, પેઈન્ટિંગ અને રમકડાં ખરીદી, કરિયાણા અને પુરવઠા વસ્તુઓના બિલ, સ્માર્ટ આંગણવાડી અને પ્લોગ્રાઉન્ડના સાધનો વગેરેની ખરીદી અને આયોજનમાં ગેરરિતિ કરવામાં આવે છે, તેવી ફરિયાદ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

થોડા વર્ષે પહેલા મોડાસા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા એક તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે ત્રણ રૂપિયાની શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી, જેને લઇને કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા અને આ કીટ માત્ર ને માત્ર ગણતરી કરતા 70 થી 80 રૂપિયાની થવા પામતી હતી. જોકે આ બાબતે પણ કોઈ જ કાર્યવાહી થઈ નથી. હવે ફરીથી અરવલ્લી જિલ્લા આઈ.સી.ડી.એસ. વિભાગમાં ભ્રષ્ટાચાર અને ગેરરિતીની બૂમો ઉઠવા પામી છે, છતાં કાર્યવાહી ક્યારે થશે, તે સવાલ છે. સરકાર સ્વચ્છતાની છબી યથાવત રાખવા માંગે છે, જોકે અધિકારીઓ સરકારની છવીમાં છિદ્રો પાડ્યા જ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!