29.8 C
Gujarat
Monday, August 31, 2026
Home ગુજરાત અરવલ્લી : SP મનોહરસિંહ જાડેજાએ સાગમેટે 97 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરતાં...

અરવલ્લી : SP મનોહરસિંહ જાડેજાએ સાગમેટે 97 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરતાં પોલીસ બેડામાં ચર્ચા

0

 SOG માં જે ફરજ બજાવે છે, તેઓ કેટલા સમયથી સ્થાયી છે, તે પણ ચર્ચા પોલિસ બેડામાં થવા લાગી

અરવલ્લી જીલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનો અને વિવિધ એજન્સીઓમાં ફરજ બજાવતા 97 પોલીસ કર્મચારીઓની અરસ-પરસ બદલીનો ગંજીપો SP મનોહરસિંહ જાડેજાએ ચીપ્યો છે જીલ્લામાં પોલીસવડા તરીકે ચાર્જ સંભાળતા બીજી વાર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની બદલી કરતા પોલીસકર્મીઓમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે

અરવલ્લી જીલ્લા SP મનોહરસિંહ જાડેજા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે શખ્ત કાર્યવાહીના આદેશ આપ્યાં બાદ કેટલાક પોલીસકર્મીઓની કામગીરીના આધારે 97 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી દિવાળી પર્વના વેકેશન પછી તુરંત પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો છિપાતાં બાળકોના અભ્યાસને લઈને અનેક પોલીસ પરિવારો ચિંતિત જોવા મળ્યા હતા અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ 97 જેટલા પોલીસકર્મીઓની શહેર ઉપરાંત જિલ્લામાં આતંરિક બદલીઓ કરી છે,એકીસાથે 97 પોલીસકર્મીઓની બદલીઓ થતા જિલ્લાભરના પોલીસબેડામાં ચર્ચા જાગી છે. પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં તેમજ વહીવટી સરળતા ખાતર બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!