અધિકારીઓ તો અભિપ્રાય આપવામાં પણ…..
નવા અધિકારીઓ ને પૈસા બનાવવામાં રસ કે પછી કામ કરવામાં!!
પૈસો મારો પરમેશ્વર ને હુ પૈસાનો દાસ….
ક્યાં સુધી અરવલ્લી જિલ્લામાં આમ જ ચાલશે!!
મંત્રી આપો કે મુખ્યમંત્રી બસ….
અંકિત ચૌહાણ/જય અમીન
દેશમાં પહેલા કોંગ્રેસ રાજમાં ભ્રષ્ટાચાર હતા, મતદારોએ સરકાર બદલી ભાજપને સત્તાના સિંહાસન પર બિરાજમાન કર્યા જોક, સ્થિતિમાં જરાય પરિવર્તન થયું નથી, પણ ભ્રષ્ટાચારની સિસ્ટમ બદલાઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 25 વર્ષ કરતા વધારેથી ભાજપ સત્તામાં છે, ત્યારે સતત ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠવા પામી છે. મંત્રી હોય કે ધારાસભ્ય, સ્થાનિક નેતા હોય કે આગેવાન તમામ પર સવાલો ઉઠી રહ્યા ફરિયાદો સતત ઉઠતી હોય છે. આ બધુ અધિકારીઓ ની મિલીભગતથી આ બધુ શક્ય છે. અરવલ્લી જિલ્લામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભ્રષ્ટ નેતાઓ અને સરકારી બાબુઓ ને કારણ લોકોનો મરો થાય છે. મેઘરજ તાલુકાના ડચકા ગામે વિકાસના મસ્ત મોટા કામો થયા છે પણ તે બધા નરી આંખે જોઈ શકાય તેવા નથી. આવા ગંભીર આક્ષેપો સાથે ડચકા ગૃપ ગ્રામ પંચાયત ના હોદ્દેદારોએ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાને રજૂઆત કરી છે.
અરવલ્લી જિલ્લા ના મેઘરજ તાલુકાના ડચકા ગૃપ ગ્રામ પંચાયત ના વોર્ડ નંબર 3 ના ચૂંટાયેલા હોદ્દેદારો એ જિલ્લા વિકાસ અધિકારી ને લેખિતમાં રજૂઆત કરી છે કે, ગ્રામ પંચાયત માં સરકારી ગટર યોજનાની ગ્રાન્ટ આવેલી પણ ગામમાં કે મત વિસ્તાર માં કોઈ જગ્યાએ ગટરનુ કામ થયુ નથી. ડચકા ગામે છેલ્લા ચાર વર્ષમાં કોઈ જગ્યાએ સી.સી રોડ, ગળનાળા, પેવર બ્લોક નું કામ કાજ થયેલ નથી અને ખોટા બીલો થી ઉધરી ગયેલા છે. પંચાયત ના ચૂંટાયેલા હોદ્દેદારોએ ગંભીર આક્ષેપો કર્યા છે કે, ડચકા ગામ માં ભરતભાઈ ધુળાભાઈ બારીયા નામ ની કોઈ ઈસમ નથી તેમ છતાં તેના ઘર પાસે ખોટી જગ્યા બતાવવામાં આવી છે અને, તે જગ્યાએ ગળનાળુ, સી.સી રોડ વિગેરે પેપર ઉપર બતાવી, નાણાંની ગેરરીતિ કરવામાં આવી છે.
પંચાયતના ચૂંટાયેલા વર્તમાન સરપંચ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈને હવે કેટલાય સવાલો ઉઠી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં સતત ભ્રષ્ટાચારની ફરિયાદો વચ્ચે અધિકારીઓ સેટલમેન્ટ તો નહીં કરતા હોય ને તેવા પણ સવાલો અને વાતો વહેવા લાગી છે. આ સમગ્ર મામલે હવે સમગ્ર અરવલ્લી જિલ્લામાં વિઝિલન્સ તપાસ થાય તો ભ્રષ્ટ બાબુઓ પર દાખલો બેસે. બાકી તો, ગ્રાન્ટ આવવાની, અને વપરાવાની, તે પણ ક્યાં વપરાય છે, તે તો ભગવાન જાણે. પણ નીચેથી ઉપર સુધી નો સડો ક્યારે દૂર થશે, તે જોવું રહ્યું.






