31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લા સેવા સદનમાં સાંજના સમયે ‘મચ્છરના ઉપદ્રવ’ થી અધિકારીઓ અને કર્મચારીઓ...

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં સાંજના સમયે ‘મચ્છરના ઉપદ્રવ’ થી અધિકારીઓ અને કર્મચારીઓ ત્રાહિમામ

0
72

સફાઈ કરતી એજન્સીઓ બ ટાઈમ સાફ-સફાઈ કરે છે કે કેમ, તે સવાલ
ફિનાઈલનો પણ ઉપયોગ ન થતો હોવાની રાવ
એજન્સીના વર્ક ઓર્ડરમાં કેટલીવાર અને કેવી રીતે સફાઈ કરવાનો ઉલ્લેખ છે?
મચ્છરથી આપણા કર્મચારીઓ ને કોઈ બિમારી થાય, તો…

મચ્છર ના કારણે અનેક બિમારીઓ થતી હોય છે, ત્યારે આના ઉપદ્રવ ને અટકાવવા માટે અરવલ્લી જિલ્લા આરોગ્યની મલેરિયા શાખા અને નગર પાલિકા પાસે કોઈ કોઈ આયોજન નથી. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે, મોડાસા નગરના માઝૂમ નદીના પટ્ટામાં મચ્છરોના ઉપદ્રવને અટકાવવા કોઈની પાસે કોઈ જ દવા નથી. ચાલો માની લઈને કે, અધિકારીઓ ને લોકોની ચિંતા નથી પણ જિલ્લા સેવાસદન માં ગ્રાઉન્ડ ફ્લોર પર સાંજના 5.30 વાગ્યાથી મચ્છરો અસહ્ય ઉપદ્રવ જોવા મળે છે. અહીં આવતા અરજદારો અને ભોંયતળિયા ના કર્મચારીઓ તોબા પોકારી ઉઠ્યા છે.

મોડાસા શહેરના નદી કિનારા વિસ્તારો તેમજ જ્યાં ગંદકી થતી હોય ત્યાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. હવે તો જિલ્લા સેવા સદનના ગ્રાઉન્ડ ફ્લોર તેમજ આસપાસના વિસ્તારોમાં મચ્છરોનો એટલો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે કે, કરોળિયા જેટલી સાઈઝના મચ્છરોને કારણે અહીં બે ગળી બેસવું પણ મુશ્કેલ બન્યું છે. સાંજના સમયે પણ અરજદારોનો ઘસારો હોય છે, જોકે મચ્છરોના ઉપદ્રવને કારણે અરજદારો કેવી રીતે બેસે તે સવાલ છે. મોડાસા નગરપાલિકા દ્વારા સાંજના સમયે અહીં ફોગિંગ કરવામાં આવે તો, મહદઅંશે મચ્છરોના ઉપદ્રવ વધતો અટકાવી શકાય. આ સાથે જ મેલેરીયા વિભાગ દ્વારા પણ યોગ્ય કામગીરી કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!