30 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી સિટી સર્વેમાં દલાલો માટે Welcome, અરજદારો માટે ધક્કા… અરજદારોને ખબર જ...

અરવલ્લી સિટી સર્વેમાં દલાલો માટે Welcome, અરજદારો માટે ધક્કા… અરજદારોને ખબર જ નથી કે શું કરવું !!! અરજદારોનું ‘મંગળ’ થશે ખરૂ ?

0
58

અરવલ્લી જિલ્લાની વિવિધ સિટી સર્વે ઓફિસમાં અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છે, જેને લઇને મેરા ગુજરાત દ્વારા સતત અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે. લોકોની પડતી હાલાકીઓ અને અહીં કામ સામે વહીવટી ચાલે છે, જેની પણ બૂમો ઉઠવા પામી છે. 1000 થી 2500 રૂપિયા સુધીના ભાવ અહીં બોલાય છે, એટલું જ નહીં, અહીં પણ લોકલ, એક્સ્પ્રેસ જેવો ભાવ ચાલતું હોવાની સુત્રો પાસેથી માહિતી મળી છે. જોકે હજુ સુધી કોઈ જ પરિવર્તન જોવા મળતું નથી.

અહીં આવતા અરજદારોને કેટલાય ધક્કા ખાવા પડે છે, એટલે માટે કે, તેમને કોઈ પૂરતી જાણકારી આપતું નથી અને માહિતીના અભાવે આખરે વહીવટ કરવો પડે છે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીં બોર્ડ કેમ ન લગાવવામાં આવે, કે, અરજદારોને કોઈ ધક્કા ન ખાવા પડે અને અરજદારોને યોગ્ય માહિતી મળી શકે.

વહીવટી તંત્ર દ્વારા શું કરવું જોઈએ
કેટલા પ્રકારની નોંધણી છે, તેની માહિતી
નોંધ પડાવવાના દસ્તાવોજોની જાણકારી આપતી માહિતી
પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટેની જાણકારી આપતી માહિતી
અન્ય કોઈ નોંધ કે કાગળ કઢાવવા હોય, તો, તેની જાણકારી આપતા બોર્ડ મુકવા જોઈએ

રોજના કેટલાય અરજદારો અહીં, ધક્કા ખાવા મજબૂર બન્યા છે, જોકે તંત્ર કોઈ દરકાર ન લેતું હોય, તેવું પણ સ્પષ્ટ લાગે છે. અરજદારોને ક્યાં સુધી ખોટા પૈસા વેડફવા પડશે, તેના માટે કોઈ નક્કર પગલાં લેવાશે કે, કેમ તે સવાલ છે. હાલ તો, અરજદારોનું મંગળ થાય, તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!