30 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી : મદાપુર કંપાથી ગાજણ ટોલપ્લાઝા રોડ વરસાદમાં ધોવાઇ ગયો, તંત્ર રોડનું...

અરવલ્લી : મદાપુર કંપાથી ગાજણ ટોલપ્લાઝા રોડ વરસાદમાં ધોવાઇ ગયો, તંત્ર રોડનું સમારકામ કરવાનું ભૂલી ગયું…!!

0
59

પાલનપુર-મહાદેવ ગ્રામ રોડ પર બાવળો અને ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્યથી અકસ્માતનો ભય,રોડ પર ઉકરડા કરી દીધા

અરવલ્લી જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસામાં ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓને ભારે નુકશાન થતાં પ્રજાજનોને ખરાબ રસ્તાઓને કારણે કોઈ તકલીફ ન પડે તે હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન વિભાગને તાબડતોડ ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરીના આદેશ આપતા તંત્ર દ્વારા રસ્તાઓમાં પડેલા માઇનર પોટહોલ્સ-ખાડા પૂરવાની કામગીરી કરાઈ હતી જોકે હજુ પણ અનેક રોડ રસ્તાઓનું સમારકામ કરવાનું કરવામાં તંત્ર ભારે ઉદાસીનતા દાખવી રહ્યું છે

અરવલ્લી જીલ્લામાં હજુ પણ અનેક રોડ રસ્તાઓ સમારકામ માટે જંખી રહ્યા છે સરકારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોટા ભાગના રોડ રસ્તાઓ વાહનવ્યવહાર માટે તૈયાર હોવાના ખોટા રિપોર્ટ સરકારને કરવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી મોડાસા શહેરને અડીને આવેલ મદાપુર કંપાથી ગાજણ ટોલપ્લાઝાનો રોડ ભારે વરસાદથી બંને સાઈડ 2 મીટર ધોવાઇ ગયા બાદ તાલુકા પંચાયત માર્ગ અને મકાન વિભાગે સમારકામ હાથ નહીં ધરતાં વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે મોડાસા માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા સત્વરે રોડનું સમારકામ કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે

મોડાસા શહેર નજીક આવેલા મદાપુર કંપાથી પોલીસ ક્વાટર્સ અને માર્કેટયાર્ડ થઈ ગાજણ ટોલપ્લાઝાનો ડામર રોડ ચોમાસામાં ધોધમાર વરસાદમાં રોડની બંને સાઇડથી ધોવાઇ ગયો છે રોડની બન્ને બાજુ 2 મીટર ખાડા પડી જતા રોડ નામશેષ સ્થિતિમાં આવી જતા રોડ પરથી ફોર વ્હીલર વાહનોની અવરજર બંધ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અગમ્ય કારણોસર માર્ગ અને મકાન પંચયાત વિભાગ રોડનું સમારકામ કરવાનું ભૂલી ગયું હોય તેમ સમારકામ નહીં કરતા વાહનચાલકો અન્ય રોડ પર મોટા ચક્કર મરવા મજબૂર બનવું પડે છે સૂત્રોના જણાવ્યા અનુસાર માર્ગ અને મકાન પંચયાત તાલુકા વિભાગ દ્વારા તાલુકાના તમામ રસ્તાઓ વાહનવ્યવહાર માટે લાયક હોવાનો ખોટો રિપોર્ટ સરકારમાં કરી પ્રજાને રસ્તાથી વંચિત રાખવામાં આવી હોવાનો અહેસાસ થઈ રહ્યો છે વાહનચલોકોએ મદાપુર કંપાથી ગાજણ ટોલપ્લાઝા રોડની બંને બાજુએ પડેલ ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત રોડનું જવાબદાર તંત્ર યુદ્ધના ધોરણે સમારકામ કરી રોડ પૂર્વરત કરવામાં આવેની ઉગ્ર માંગ કરી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!