28.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines ગોધરા: બામરોલી રોડ પર આવેલી સોસાયટીના મકાનમા આગ લાગવાની ઘટનાના પરિવારના ચાર...

ગોધરા: બામરોલી રોડ પર આવેલી સોસાયટીના મકાનમા આગ લાગવાની ઘટનાના પરિવારના ચાર સભ્યોના મોત

0
59

ગોધરા,

ગોધરા શહેરમા આવેલા બામરોલી રોડ પર આવેલી વૃંદાવન – 2 સોસાયટીમાં વહેલી સવારે એક મકાનમા કોઈ કારણો સર આગ લાગવાની ઘટના બની હતી. જેમા ચાર લોકોના મોત થયાની જાણકારી મળી રહી છે. ઘટનાની જાણ થતા ગોધરા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોચીને પાણીનો મારો ચલાવ્યો હતો. ઘટનાને લઈને ગોધરા શહેરમાં પણ શોકનુ મોજુ ફેલાયુ છે.

ગોધરાના જાણીતા અને જવેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી હતી. તેમના મોટા પુત્રની સગાઈ હોવાથી તેઓ આજે વાપી ખાતે જવાના હતા.પણ તે પહેલા જ મોત તેમને કોળિયો કરી ગયુ હતુ. હાલ તેમના મૃતદેહોને ગોધરા સિવિલ ખાતે લાવામા આવ્યા છે. ચારેયના મોત ગુંગળામણથી થયા હોવાનુ અનુમાન છે.

ગોધરા શહેરમા આવેલી બામરોલી રોડ પર આવેલી વૃદાવન સોસાયટીમાં મકાનમાં મા વહેલી સવારે આગ લાગી હતી. જેમા ઘરમા સુઈ રહેલા ચાર લોકોના મોત થયા હતા. જેમા માતા પિતા અને તેમના બે પુત્રોનો સમાવેશ થાય છે. ઘરમા ધુમાડા નીકળતા હોવાની જાણકારી ફાયર વિભાગને મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. અને ત્યા જતા ફાયરટીમે જોયુ તો ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. ઘરમા રહેલા ચાર સભ્યો 1. કમલભાઈ દોષી,2 દેવલબેન દોષી, દેવ કમલભાઈ દોષી,રાજ કમલભાઈ દોષીનો સમાવેશ થાય છે . કમલભાઈ દોશી જવેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના 24 વર્ષીય યુવાન પુત્ર દેવ દોષીની સગાઈ નક્કી થઈ હતી. આજે સવારે જ આખો પરિવાર વાપી જવા રવાના થવાનો હતો ,આગ લાગવાના કારણ કોઈ ચોકકસ રીતે જાણી શકાયુ નથી. પણ ગુંગળામણ થી મોત થયા હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!