37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લીના બુટલેગરો ગૂગલ મેપ ના સહારે, લોકેશન સેટ કર્યું કે, Daru Male...

અરવલ્લીના બુટલેગરો ગૂગલ મેપ ના સહારે, લોકેશન સેટ કર્યું કે, Daru Male 6

0
92

હાલ રાજ્યમાં ડ્રગ્સ, દારૂ તેમજ અન્ય નશીલા પદાર્થોના વેચાણને લઇને રાજકીય ગરમાવો આવી ગયો છે. પોલિસના પટ્ટા ઉતારી દેવાની વાતને લઇને જબરજસ્ત ગરમાવો છે, આ વચ્ચે હવે નશીલા પદાર્થોનું ક્યાં વેચાણ થાય છે, તે શોધવામાં અને પોલિસને બતાવવા માટે વિપક્ષ સક્રિય બન્યું છે, ત્યારે બુટલેગરો પણ ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરતા હોય તેવું લાગે છે. અરવલ્લી જિલ્લામાં પણ દારૂના અડ્ડાના લોકેશન સાથે બુટલેગર સક્રિય થયા છે. અરવલ્લી જિલ્લામાં આવતા જ ગૂગલ પર સર્ચ કરો કે, દારૂ,, એટલે તુરંત જ બતાવ કે, દારૂ મળે છે. અને લોકેશન સેટ કરો કે, તુરંત જ અડ્ડા પર જતો રસ્તા બતાવી દે છે. ગૂગલ મેપ પર આવા શબ્દોથી કોઈકે દારૂ મળે છે, તેવું લોકેશન સેટ કર્યું છે, જે મોડાસા થી માત્ર 15 કિ.મી. દૂર બતાવે છે.

અરવલ્લી જિલ્લામાં વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારૂ પોલિસ પકડી પાડે છે, જોકે આના કરતા વધારે દારૂ ગુજરાતમાં કોઈક ને કોઈક રીતે પહોંચી જતો હોય છે. બોર્ડર નજીકના બુટલેગરો કોઈક ને કોઈક રીતે, ટૂ વ્હીલર કે અન્ય વાહનમાં જરૂરિયા મુજબનો દારૂ પોતાના અડ્ડા પર પોંચાડી દેતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એટલે જ બુટલેગર હવે દારૂ મળે છે, તેવા લોકેશન ગૂગલ મેપ પર સેટ કરે છે, જોકે કોઈ વ્યક્તિ માત્ર દારૂ લખે તો તુરંત જ દારૂ નો અડ્ડો, દારૂ મળે છે, તેવા લોકેશન આવી જાય છે. હવે આ લોકેશન પર દારૂ મળે છે કે, નહીં, તે તપાસનો વિષય છે. પણ હાલ તો દારૂ મળે છે, તેવા લોકેશનથી પોલિસની દોડધામ ચોક્કસ વધી જાય તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!