38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : સ્પાના નામે ધમધમતો દેહ વ્યાપાર,મોડાસા પોલીસે આવેદા સ્પાના સંચાલક...

અરવલ્લી : સ્પાના નામે ધમધમતો દેહ વ્યાપાર,મોડાસા પોલીસે આવેદા સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો

0
69

મોડાસા શહેરના સ્પા સેન્ટરમાં રંગીન મીજાજી સરકારી અને ખાખીધારી અધિકારીઓ અને કર્મીઓ મસાજ કરાવતા હોવાની ચર્ચા
ભૂતકાળમાં કેટલાક અધિકારીઓ રાત્રે નશામાં ચકનાચૂર થઈ મસાજ કરાવી ચૂક્યા છે
સ્પા સેન્ટરોમાં મસાજના નામે રૂપલલનાઓ પાસે દેહવિક્રીયનો ધંધો કરાવતા હોવાથી મોટા ભાગના સ્પા સંચાલકો ડમી ગ્રાહક રજીસ્ટર કે પછી રજીસ્ટર નથી રાખતા

સમગ્ર રાજ્યમાં સ્પા મસાજ પાર્લરના નામે દેહ વિક્રયનો ધંધો ફુલ્યો ફાલ્યો છે અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેર સહિત તાલુકા મથકોએ સ્પાના રૂપાળા નામે ચાલતા ગોરખધંધા ના કારણે યુવાધન બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું છે મોડાસામાં ધમધમતા સ્પા સેન્ટરોમાં મસાજ કરાવવા સગીર વયના બાળકો પણ આકર્ષાઈ રહ્યા છે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા સગીરોને સ્પાનો ચસ્કો લાગ્યો છે સ્પામાં ચાલતા દેહ વિક્રયના ધંધા સામે પોલીસ કાર્યવાહી કરવામાં અગમ્ય કારણોસર પાછીપાની કરી રહી છે મોડાસા ટાઉન પોલીસે મોડાસા-શામળાજી રોડ પર આવેલા આવેદા ધ ફેમિલી સ્પા મસાજના સંચાલક સામે જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરી સંતોષ માન્યો હતો

મોડાસા ટાઉન પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી તપાસ હાથધરતા શામળાજી રોડ પર જીલ્લા સેવાસદન કચેરી નજીક ધમધમતા આવેદા ધ ફેમિલી સ્પા મસાજમાં ચેકિંગ કરતા કોઈ પણ પ્રકારનું ગ્રાહક રજીસ્ટર મળી ન આવતા તેમજ સ્પામાં કામકાજ કરતા કર્મીઓ ફોટો સાથે વિગત પણ ન મળી આવતા અને સ્ટાફની વિગત પોલીસ સ્ટેશનમાં પણ આપવાનું મુનાસિબ નહીં સમજતા પોલીસ સ્પાના સંચાલક ગોવિંદ પ્રભુ પૂરી (રહે,આવેદા સ્પા મૂળ રહે,કુંડાવાસ,પાલી-રાજસ્થાન) સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!