26.8 C
Gujarat
Saturday, August 1, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડા તાલુકાના લીલછા ગામમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત

અરવલ્લી : ભિલોડા તાલુકાના લીલછા ગામમાં બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનું ખાતમુહૂર્ત

0
127

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના લીલછા ગામમાં B.A.P.S શ્રી સ્વામિનારાયણ સંસ્થાનું ભિલોડા તાલુકામાં સૌપ્રથમ મંદિરનું ખાતમુહૂર્ત વિધિ-વિધાન પુર્વક કર્યું હતું.ખાતમુહૂર્ત મહોત્સવમાં પ્રસંગે હિંમતનગર બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, કોઠારી સંત પુજય મંગલપુરદાસ સ્વામી, સંતો, મહંતો સહિત હરી ભકતો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.લીલછા ગામમાં સ્વામિનારાયણ મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે સંસ્થા ના આમંત્રણ ને માન આપી અરવલ્લી – સાબરકાંઠા – લોકસભા બેઠકના સાંસદ – શોભનાબેન બારૈયા, પુર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ગુજરાત રાજયના રાજય કક્ષાના આદિજાતિ વિભાગ, પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા વિભાગ – મંત્રી પી.સી.બરંડા ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત દરમિયાન પરમ પુજય સંતોના સાંનિધ્યમાં અક્ષરપુરૂષોત્તમ મહારાજની મહાપુજા, ઈસ્ટીકા પુજનનો લાભ પ્રાપ્ત થયો હતો.ખાતમુહૂર્તમાં ૩૫૦થી વધુ યજમાનો પુજન વિધિમાં જોડાયા હતા.સંતો, મહંતો સહિત હરી ભક્તો ભકિતભાવ પુર્વક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.રૂડો અવસર પ્રાપ્ત થયો, શુભ પ્રસંગે ભિલોડા તાલુકાના શ્રદ્ધાળુઓ માટે આત્મીયતા અને અતુટ શ્રદ્ધાથી ભરેલી આ અદભુત ક્ષણ જીવનમાં યાદગાર બની રહી છે.

ભગવાન સ્વામિનારાયણ એ પારદર્શક આચાર, નિષ્કામ સેવા, આંતરિક શાંતિ અને આધ્યાત્મિક મુલ્યો દ્વારા સમાજને સંસ્કારિત કરીને લાખો લોકોના જીવનને સાચા માર્ગે પ્રેરિત કર્યા છે.તેમના ઉપદેશો આજે પણ ધર્મ, કરૂણા અને સકારાત્મક જીવનનું પ્રેરણાસ્રોત છે.ખાતમુહૂર્ત કાર્યક્રમના અંતે ભિલોડા તાલુકાના ૨૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓ, હરી ભકતોએ મહાપ્રસાદનો લાભ પણ પ્રાપ્ત કર્યો હતો.હરી ભક્તોએ મહાપ્રસાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!