33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ગુજરાત : પ્રવેશોત્સવના નામે સરકારી તાયફા અને કરોડોના ખર્ચ છતાં 2.40...

ગુજરાત : પ્રવેશોત્સવના નામે સરકારી તાયફા અને કરોડોના ખર્ચ છતાં 2.40 લાખ વિદ્યાર્થીઓએ ભણતર છોડ્યું

0
40

ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવના નામે સરકારી તાયફા કર્યા પછી પણ શાળાઓમાં ડ્રોપઆઉટ રેટમાં સુધારો થયો નથી. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓએ અધવચ્ચે જ શાળામાંથી ભણતર છોડ્યું છે.

ડ્રોપ આઉટ રેટમાં 341 ટકાનો વધારો
મહત્ત્વની વાત તો એ છે કે દર વર્ષે શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ખર્ચાઈ રહ્યું છે શિક્ષણ ક્ષેત્રે અન્ય રાજ્યોની સરખામણીમાં સ્થિતિ સુધરી નથી રહી. ચિંતા ઉપજાવે તેવી વાત તો એ છે કે ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટમાં 341 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2024-25માં 54 હજાર 451 વિદ્યાર્થીઓએ શાળા છોડી હતી જે આંકડો 2025-26માં વધીને 2 લાખ 40 હજારને પાર કરી ગયો.

કરોડોનું બજેટ જાય છે ક્યાં?
સમગ્ર શિક્ષા યોજના પાછળ ગુજરાતમાં કુલ 2199 કરોડ રૂપિયાથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. સરકાર શાળા પ્રવેશોત્સવ યોજે છે છતાં બાળકો કેમ ભણતર છોડી રહ્યા છે ? સરકારી શાળાઓમાં સારા વર્ગખંડ નથી, પૂરતી સંખ્યામાં શિક્ષકો નથી, વિદ્યાર્થીઓ ભણતર છોડી રહ્યા છે… તો આ કરોડો રૂપિયાનું બજેટ જાય છે ક્યાં?

લોકસભામાં ખુદ કેન્દ્ર સરકારે એ વાતનો ખુલાસો કર્યો છે કે ગુજરાતમાં 2 લાખ 40 હજાર વિદ્યાર્થીઓ આઉટ ઓફ સ્કૂલ એટલે કે શાળા બહાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!