37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : SOGએ માથાસુલિયામાં નશાની ખેતીનો પર્દાફાશ કર્યો,ત્રણ છોડ સહિત 8.47 લાખનો...

અરવલ્લી : SOGએ માથાસુલિયામાં નશાની ખેતીનો પર્દાફાશ કર્યો,ત્રણ છોડ સહિત 8.47 લાખનો ગાંજા સાથે શખ્સને દબોચ્યો

0
55

મોડાસા શહેર સહિત જીલ્લામાં યુવાધન ગાંજાના નશામાં ડૂબી રહ્યું છે
મોડાસા શહેરમાં સુરતથી એસટી બસમાં અને રાજસ્થાનથી ખાનગી વાહનમાં કેરિયર ગાંજાનો જથ્થો ઠાલવી રહ્યા છે
વિદેશી દારૂ કરતા ગાંજાનો નશો સસ્તો પડતો હોવાથી અને પોલીસ અને પરિવારજનોને ઝડપથી ગંધ ન આવતી હોવાથી યુવાનો ગાંજાનો કશ ખેંચી નશો કરી રહ્યા છે
જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક સ્થળો નજીક ગાંજાનો ધૂમ વેપલો થઈ રહ્યો હોવાની ચર્ચા ચારેકોર
અનેક યુવકો ગાંજાના નશાના રવાડે પેડલર બની ચુક્યા છે, કેટલીક યુવતીઓ પણ ગાંજાનો બિન્દાસ્ત કશ ખેચી રહી છે

અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર સતત નશાના કારોબાર કરનાર અસામાજીક તત્ત્વો સામે ગાળીયો કસ્યો છે જીલ્લામાં એસઓજી પોલીસે નશાની ખેતી ઝડપી પાડી હતી જીલ્લામાં ગાંજાનું વ્યસન પણ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે શહેરી વિસ્તારમાં યુવાનો ગાંજાની લતે ચઢી બરબાદીની ગર્તમાં ધકેલાઈ રહ્યા છે જીલ્લામાં ગાંજાના બંધાણીઓ ખેતરમાં કે ઘરની આજુબાજુ એકાદ બે છોડ વાવી નશાને સંતોષતા હોય છે

અરવલ્લી એસઓજી પોલીસે મોડાસા તાલુકાના માથાસુલિયા ગામનો એક શખ્સ નશાની ખેતી કરવાની સાથે ગાંજો વેચતો હોવાની બાતમીના આધારે વાડામાંથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરી 3 નાના મોટા તાજા લીલા છોડ સાથે 16.900 ગ્રામ જેટલો સૂકો ગાંજો જપ્ત કર્યો હતો માથાસુલિયા ગામનો રામાજી મણાજી પગી ગાંજાની ખેતી કરતા ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી

માથાસુલિયા ગામના પગી ફળિયામાં રહેતો રામાજી મણાજી પગી તેના વરંડામાં ગાંજાની ખેતી કરી સૂકા ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી SOG પોલીસને મળતા તાબડતોડ એસઓજી પોલીસ એફએસલની ટીમ અને પંચો સાથે ઘટનાસ્થળે ત્રાટકી હતી એફએસલે વાડામાં વાવેલ છોડ એફએસલના હોવાનું જણાવતા ત્રણ લીલા છોડ અને ઘરની છત પર સૂકવેલ ગાંજો મળી કુલ.16.950 ગ્રામ જેની કિં.રૂ.847500/-નો જથ્થો જપ્ત કરી નશાની ખેતીનો ખેલ ખુલ્લો પાડી દીધો હતો રામાજી મણાજી પગી વિરુદ્ધ એસઓજી પોલીસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં
એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો દાખલ જેલના સળિયા પાછળ ધકેલી દઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!