27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી : બે વિદ્યાર્થીઓએ અન્ય બે શખ્સો સાથે મળી એક વિદ્યાર્થીનું બાઈક...

અરવલ્લી : બે વિદ્યાર્થીઓએ અન્ય બે શખ્સો સાથે મળી એક વિદ્યાર્થીનું બાઈક પર અપહરણ કરી માર મારતા ચકચાર

0
71

મેઘરજ – રેલ્લાવાડા પંથકની હાઈસ્કૂલમાં ધો-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના અપહરણ અને ગડદાપાટુંનો માર માર્યો
પોલીસને જાણ કરીશ તો જાન થી હાથ ધોવા પડશેની ચીમકીથી વિદ્યાર્થી અને તેનો પરિવાર ચોંકી ઊઠ્યો

વિદ્યાર્થીઓ અને સગીરો હાલ મોબાઈલ અને સોશ્યલ મીડિયાના રવાડે ચઢી ડોનની માફક રોફ જમાવતા હોવાના દ્રશ્યો સામાન્ય બન્યા છે ચાર મહિના અગાઉ અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ સામાન્ય ઝગડામાં અન્ય વિદ્યાર્થી પર છરીથી હુમલો કરી હત્યા કરી હોવાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડ્યા હતા વિદ્યાર્થીઓના માનસપટ પર સોશ્યલ મીડિયાની અસર જોવા મળી રહી છે વિદ્યાર્થીઓમાં સહનશક્તિનો અભાવ પ્રવર્તી રહ્યો છે સામાન્ય બોલાચાલીમાં પણ હુમલાની ઘટનાઓ બની રહી છે

અરવલ્લી જીલ્લાના મેઘરજ ના રેલ્લાવાડા પંથકની હાઇસ્કૂલમાં ધો-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વર્ગખંડમાં મસ્તી કરતા વિદ્યાર્થીને મસ્તી નહીં કરવા ટકોર કરતા તેની અદાવત રાખી બે વિદ્યાર્થીઓએ અન્ય શખ્સો સાથે મળી બાઈક પર અપહરણ કરી ઢોર માર મારતા ભારે ચકચાર મચી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસાના તાલુકાનો અને રેલ્લાવાડા પંથકની હાઇસ્કૂલમાં ધો-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની શિક્ષકે મોનિટર તરીકે નિમણૂક કરી હતી વર્ગખંડમાં મસ્તી કરતા વિદ્યાર્થીને શિસ્તમાં રહેવા કહેતા અને આ અંગે શિક્ષકને ફરિયાદ કરતા વિદ્યાર્થીને માથે જાણે ડોનગિરી સવાર થઈ હોય તેમ તેની સાથે અભ્યાસ કરતા અન્ય એક ગામના વિદ્યાર્થી અને અન્ય બે શખ્સ સાથે મળી ઠપકો આપનાર વિદ્યાર્થિની બાઇક પર અપહરણ કરી ઝેરીયાવાડા ગામની સીમમાં નદી કિનારે લઇ જઈ બિભસ્ત ગાળો બોલી ગડદા પાટુનો માર મારી અમે રેલ્લાવાડા પંથકના ડોન છીએ ગમે તેને મારી નાખીએ છીએ કહી પોલીસને જાણ કરીશ તો જાન થી હાથ ધોવા પડશેની ચીમકીથી વિદ્યાર્થી અને તેનો પરિવાર ચોંકી ઊઠ્યો સમગ્ર ઘટનાથી ભયભીત વિદ્યાર્થીએ ઈસરી પોલીસ સ્ટેશનમાં બે વિદ્યાર્થી અને અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધવતા ઈસરી પોલીસે ચાર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!