29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા એસટી બસ ડેપો મેનેજરનો ઉવાચ, “અમારે કલેક્ટરના જાહેરનામાનો અમલ...

અરવલ્લી : મોડાસા એસટી બસ ડેપો મેનેજરનો ઉવાચ, “અમારે કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવો જરૂરી નથી”

0
62

મોડાસા-ધનસુરા સ્ટેટ હાઇવે-59 પર ઉપર આવેલા રેલ્વે લાઇનના ફાટક નંબર 82 અને 86 ઉપર જરૂરી સમારકામ હાથ ધરવામાં આવ્યું હોવાથી ફાટક પરથી પસાર થનાર તમામ વાહનો પર રોક લગાવી દેવામાં આવી છે જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામુ બહાર પાડી ડાયવર્ઝન માર્ગ જાહેર કરવામાં આવ્યા છે અને જાહેરનામાંનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશેનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ એસટી તંત્ર કરી રહ્યું હોવાથી અન્ય વાહન ચાલકો અને જાગૃત નાગરિકો ચોંકી ઉઠ્યા છે

અરવલ્લી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા 10 ડિસેમ્બરે જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં રેલ્વે લાઇનના ફાટક નંબર 82 અને 86 ઉપર જરૂરી સમારકામ હાથ ધરવામાં આવતા રેલ્વે ફાટક નંબર 82 પર અમદાવાદ,ગાંધીનગર,તલોદ,બાયડ રોડ બાજુ તરફથી વાયા મોડાસા જતા વાહનો શિકા ચોકડીથી વાયા ભેંસાવાડા,શીણોલ, કિશોરપુરા ચોકડી થઈ લીંભોઈ રોડ થઈ મોડાસા તરફ જવા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જો કે એસટી બસ ચાલકો જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કરી એસટી બસ ગારુડી થઈ મોડાસામાં પ્રવેશ કરતી હોવાથી બસમાં મુસાફરી કરતા મુસાફરો અને જાગૃત નાગરિક ચોંકી ઉઠ્યા હતા અને જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ એસટી તંત્ર સામે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં ની ચર્ચાઓ જોર પકડ્યું છે

જીલ્લા મેજીસ્ટ્રે દ્વારા જાહેરનામાની અમલવારીના ભંગ અંગે મોડાસા ડેપો મેનેજરનો ઉડાવ જવાબ
અરવલ્લી જીલ્લા મેજીસ્ટ્રેટ રેલ્વે લાઇનના ફાટક નંબર 82 અને 86 ઉપર જરૂરી સમારકામ હાથ ધરવામાં આવતા વાહનો માટે વૈકલ્પિક રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જો કે એસટી બસ ચાલકોએ જાહેરનામાનો ભંગ કરી વૈકલ્પિક રૂટને બદલે શોર્ટકટ રૂટનો ઉપયોગ કરી ગારૂડી થી સીધા મોડાસા શહેરમાં પ્રવેશતા હોવાથી આ અંગે મોડાસા ડેપો મેનેજર કેતન પટેલને ટેલિફોનિક પૂછતાં જણાવ્યું હતું કે અમારે જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો અમલ કરવો જરૂરી નથીનો ઉડાવ જવાબ આપ્યો હતો ત્યારે જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ કલેક્ટર એસટી તંત્ર સામે કાયદા હેઠળ કાર્યવાહી કરે તે ખુબ જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!