38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : સગીરાને દાતરડું મારનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી મોડાસા ગ્રામ્ય...

અરવલ્લી : સગીરાને દાતરડું મારનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી મોડાસા ગ્રામ્ય પોલિસ

0
50

અરવલ્લી જિલ્લામાં સતત કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર જિલ્લા પોલીસ વડા તેમજ તેમની ટીમ નજર રાખી રહી છે આ વચ્ચે એકમ અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં એક એવી ઘટના ઘટી હતી, જેને લઇને પોલિસ દોડતી થઈ હતી, જોકે પોલિસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. ઘટના

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાને શરીરના ભાગે એક શખ્સે દાતરડું માર્યું હતું. આરોપી મહેશ સમાજી તેની મોટર સાયકલ મેઢાસણ ગામની સીમમાં મેશ્વો નદીના કિનારા નજીક લઇને આવી સગીર વયની બાળકી પર તેના હાથમાંનું દાતરડું મારતાં ઇજાઓ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલિસની ટીમે તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે મોડાસા ગ્રામ્ય પી.આઈ.કે.ડી.ગોહિલ અને ટીમ એ તપાસ કરીને આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો. સમગ્ર ઘટનાને લઇને ઝડપાયેલા આરોપીને લઇને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતી.

સમગ્ર ઘટનાને લઇને પોલિસે ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ -૧૧૮(૨), ૭૬ તથા પોક્સો એક્ટ કલમ ૮ મુજબ ગુનો નોંધી આરોપી મહેશભાઇ સોમાજી ને જેલના સળિય૨ પાછળ ધકેલી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!