37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines Thirty First : અરવલ્લી ની શામળાજી પોલિસે મકાઈના કટ્ટાની આડમાં લવાતો 19.62...

Thirty First : અરવલ્લી ની શામળાજી પોલિસે મકાઈના કટ્ટાની આડમાં લવાતો 19.62 લાખનો દારૂ પકડ્યો

0
37

થર્ટી ફર્સ્ટ ને લઇને રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કીમિયા અપનાવી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલિસ સતર્ક બની છે. અરવલ્લી જિલ્લાની શામળાજી પોલિસે ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ટની 196 પેટી મળી કુલ 19,62.200/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે.

અરવલ્લી જિલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નવા વર્ષને લઇને રાજસ્થાન તરફ પાર્ટી કરવા જતાં શખ્સો પર તેમજ રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા બુટલેગરો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. શામળાજી પોલિસ ઈન્સ્પેક્ટર એસ.એસ. માલ તેમજ પી.એસ.આઈ. આર.જે. રાઠોડ તેમજ જેમની ટીમ અણસોલ બોર્ડર પર વાહન ચેકિંગમાં હતા, તે સમય દરમિયાન પી.આઈ. એસ.એસ. માલ ને બાતમી મળી હતી કે, એક ટાટા કંપનીની ખુલ્લી બોડીની ટ્રક ગાડી નંબર RJ30GA3796 માં મકાઇના કટ્ટાની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો છે. બાતમી ના આધારે ટ્રક નંબર RJ30GA3796 આવતા બેરીકેટીંગની આડાશ કરાવી રોકવામાં આવી હતી. પોલિસે ટ્રક ચાલકની પૂછપરછ કરતા, પોતાનું નામ સોહનલાલ સ/ઓ પન્નારામજી જાતે ગરાસીયા ઉ.વ.૩૭ રહે.આકયાવાડ તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન થાના-બિકીયા નો હોવાનું જણાવ્યું હતું.

શામળાજી પોલિસે ટ્રક ચાલકને સાથે રાખી ગાડીમાં તપાસ કરતા મકાઇના કટ્રા ભરેલ હતા. પોલિસે ઝીણવટભરી તપાસ કરી, મકાઇના કટ્ટાઓ સાઇડ કરતા બોડીના ભાગે તેમજ ડ્રાઇવર સાઇડના પાછળની બોડી કેબીનના ભાગે ગુપ્તખાનુ બનાવેલ હતું. પોલિસે ગુપ્તખાનું તપાસ કરતા, પોલિસ પણ ચોંકી ઊઠી હતી અને ગુપ્તખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. શામળાજી પોલિસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ-196, જેમાં કુલ બોટલ/ક્વાટર/બીયરના ટીન નંગ-6432 તથા છુટા કવાટર/ટીન નંગ-૮૨૦ મળી કુલ બોટલ/ક્વાટર/બીયરના ટીન નંગ-૭૨૫૨ જેની કિ.રૂ.૧૯,૬૨,૨૦૦/- મળી ટાટા કંપનીની ટ્રક ગાડી નંબર RJ30GA3796 ની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ જેની કિ.રૂ.૫૦૦ સહિત કુલ કિ.રૂ.૨૯,૭૦,૨૦૦/-નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ સાથે જ દારૂ ભરી આપનાર હરીશ, રહે નાથદ્વારા ને વોન્ટેડ જાહેર કરી, વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!