29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી LCB એ 2 ખાખીધારી બુટલેગરને ઝડપ્યા, લિમિટ બહાર ઉડતા પોપટ થઈ...

અરવલ્લી LCB એ 2 ખાખીધારી બુટલેગરને ઝડપ્યા, લિમિટ બહાર ઉડતા પોપટ થઈ ‘ગ્યો

0
117

અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લામાં છાશવારે પોલિસ કર્મચારીઓની દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવતી હોય છે. ખાસ કરીને રાજસ્થાન નજીક હોવાને કારણે દારૂ ઘુસાડવો સરળ હોય છે, એટલે શામળાજી પોલિસ સ્ટેશનમાં પોસ્ટિંગ લઈને આવી કરતૂત કરતા હોય છે, જોકે નિષ્ઠાવાન પોલિસ અધિકારીઓની બાજ નજરથી આવા પોલિસ કર્મચારીઓની કરતૂત છતી થવા પામે છે. આવી જ એક ખાખીની આડમાં બુટલેગર બનેલા પોલિસ કર્મચારીની સાથે એક SRP જવાન પણ ઝડપાયો હોવાની વિગતો પોલિસ સુત્રો તરફથી મળી છે.

સમાચારો ની કોપી કરવી નહીં…. 

રવિવારે અરવલ્લી જિલ્લા પોલિસ દ્વારા 10 જેટલી આંતરરાજ્ય સીમાઓ પર પોલિસ પહેરા લગાવ્યો હતો, જેને લઇને એક ડ્રાઈવ રાજસ્થાન સીમા પર આવેલી અણસોલ ચેક પોસ્ટ પર વિશેષ ડ્રાઈવ યોજી, દારૂડિયાઓને પકડવા ખાસે અભિયાન શરૂ કર્યું હતું. અરવલ્લી જિલ્લા ના ઉચ્ચ અધિકારીઓ પણ આ ડ્રાઈવમાં જોડાયા હતા, જેમાં દારૂની ખેપ મારનાર બુટલેગરો પર ખાસ ધ્યાન રાખવાની વાતો કરવામાં આવી હતી, બ્રેથ એનેલાઈઝર, ડ્રોન સર્વેલન્સ સહિત વિવિધ આધુનિક ઉપકરણો સાથે પોલિસે ખાસ ઝૂંબેશ શરૂ કરી હતી, જોકે પોલિસને શું ખબર કે, ઘરના ભેદી લંકા ઢાળશે !… બસ આવું જ અરવલ્લી પોલિસમાં બન્યું છે.

અરવલ્લી જિલ્લા પોલીસમાં ઘણા સમયથી પોલીસ કર્મચારીઓ જ બુટલેગરો બનતા હોય છે તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની ખેપ મારતા બે ખાખીધારી પોલીસ કર્મચારીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. એલસીબીની ટીમે આ બંને ખાખીધારીને ઝડપી પાડીને દારૂની પેટીઓ કબજે કરી હોવાની વિગતો મળી છે. 31 ડિસેમ્બર પહેલા અરવલ્લી જિલ્લા પોલીસને આ મોટી સફળતા મળી છે પોલીસની છબીને ખરાબ કરનાર બંને ખાખીધારી બુટલેગર હવે પોલીસના હાથે લાગી જતાં પોલિસ ની છવી ફરીથી ખરડાઈ છે,જોકે અરવલ્લી LCB એ કચરો સાફ કરવાની રણનીતિ ની શરૂઆત કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!